
કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ દ્વારા ધોરણ 12નું પરિણામ (CBSE 12th Result) જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરતા હોય છે. આ વર્ષના પરિણામમાં અમદાવાદની ઈશાની દેબનાથે (Ishani Debnath) બોર્ડની પરીક્ષામાં દરેક વિષયમાં 500માંથી 500 માર્ક્સ એટલે કે 100 ટકા પરિણામ લાવ્યું છે. ઈશાનીના માતા-પિતામાં અત્યારે ખૂશીની લહેર જોવા મળ્યી હતી.
બોર્ડની પરીક્ષામાં દરેક વિષયમાં 500માંથી 500 માર્ક્સ લાવ્યાં
વધારે વિગતે વાત કરવામાં આવે તો, અમદાવાદની દિલ્હી પબ્લિક સ્કૂલ બોપલમાં અભ્યાસ કરતી ઈશાની દેબનાથે માનવશાસ્ત્રના પાંચેય વિષયો – અંગ્રેજી કોર, ઇતિહાસ, રાજકીય વિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને મનોવિજ્ઞાન – લેખિત અને પ્રેક્ટિકલ પરીક્ષામાં 100 માંથી 100 ગુણ મેળવ્યા છે. ઈશાની દેબનાથે કહ્યું કે, બોર્ડની પરીક્ષાઓનું ધ્યાન રાખવા ઉપરાંત દરેક વિષયનું રિવિઝન પણ કર્યું હતું અને સાથે સાથે પરીક્ષાની તૈયારી કરતી વખતે નોટમાં લખવાનું પણ રાખ્યું હતું. એટલું જ નહીં પરંતુ પરીક્ષાની તૈયારી માટે શિક્ષકોએ પણ સારી એવી મદદ કરી હતી.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર 2025માં ધોરણ 1 થી સીબીએસઈ અભ્યાસક્રમ શરૂ કરાશે, 2028 સુધીમાં તમામ ધોરણોમાં તેનો વિસ્તાર કરાશે…
ઈશાની દેશની ટોપ કોલેજમાં જઈને અભ્યાસ કરવા માંગે છેઃ પિતા
દીકરીએ લાવેલા સારા પરિણામથી માતા-પિતા વધારે ખુશ થયા હતાં. ઈશાનીના પિતાએ કહ્યું કે, -ઈશાની ક્યારેય ટ્યુશન નથી કર્યું. પહેલા શાળામાં અભ્યાસ કરતી અને શાળાએથી આવીને ઘરે આવીને અભ્યાસ કર્યો હતો. હવે ઈશાની દેશની ટોપ કોલેજમાં જઈને મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવા માંગે છે, જેથી મારી દીકરી જ્યાં સુધી ભણવા માટે ત્યાં સુધી સંપૂર્ણ રીતે તેનો સાથ આપીશું’.
મને મારી દીકરી પર ગર્વ છેઃ ઈશાનીની માતા
પોતાની દીકરીએ સારું પરિણામ લાવ્યું જેનાથી ખુશ થયેલા માતાએ કહ્યું કે, ઈશાનીએ અભ્યાસ માટે પહેલેથી જ યોજના બનાવતી હતી. ઈશાનીએ તેના રૂમની દિવાલ પર કેલેન્ડર પ્લાનર લગાવીને અને તેના દિનચર્યાનું પાલન કરીને તેના દિવસનું આયોજન કરતી હતી. તે અન્ય પ્રવૃતિઓમાં પણ ધ્યાન આપતી હતી પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે, તેણે અભ્યાસ બાબતે કોઈ આળસ નથી કરી. મને મારી દીકરી પર ગર્વ છે, મારી દીકરી ભવિષ્યમાં જે પણ અભ્યાસ કરવા માંગે છે, અમે તેમાં તેને ટેકો આપીશું અને તેના સપના પૂરા કરીશું.