નેશનલ

Isha Ambani- Anand Piramal પણ રંગાયા રામના રંગમાં, કહી દીધી આ વાત…

આજે અયોધ્યા ખાતે ભગવાન રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ રંગેચંગે અપર પડ્યો. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે દેશ વિદેશથી મહાનુભાવો અયોધ્યા પહોંચ્યા છે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સથી લઈને રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ હાજર રહીને ધન્ય બન્યા હતા.

કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા અનેક સેલેબ્સ અને રાજકારણીઓના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે અને આ કાર્યક્રમમાં અંબાણી પરિવારની લાડકવાયી ઈશા અંબાણી પણ પતિ આનંદ પિરામલ સાથે હાજરી આપવા પહોંચી હતી. ઈશા અને આનંદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને નેટિન્સ આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ હાજરી આપવા પહોંચ્યા હતા.

આ સમયે પ્રસાર માધ્યમો સાથે વાત કરતા ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે જીવનના પવિત્ર દિવસોમાંથી એક છે આજનો દિવસ. જ્યારે બિઝનેસમેન આનંદ પિરામલે પોતાનો આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે જય શ્રી રામ.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા માટે બોલીવુડથી લઈને સાઉથના સુપર સ્ટાર પહોચ્યા છે. દરેક જણને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા ઈચ્છુક હતા અને તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટની વોલ અયોધ્યા અને રામ લલ્લાના ફોટો અને વીડિયોથી હાઉસ ફૂલ થઇ ગઈ છે.


આ કાર્યક્રમમાં બી ટાઉનના સ્ટાર્સ ઇન્ડિયન આઉટફીટમાં જોવા મળ્યા હતા. અમિતાભ બચ્ચન, રજનીકાંત, કંગના રનૌત સહિતના સ્ટાર્સના વીડિયો સામે આવી ચૂક્યા છે અને આ તમામ સ્ટાર્સ રામ લલ્લાના રંગમાં રંગાઈ ચૂક્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button