શું મોદી સરકાર વિદ્યાર્થીઓને ફ્રીમાં આપી રહી છે લેપટોપ? જાણો વાયરલ મેસેજની હકીકત

નવી દિલ્હીઃ સરકાર ડિજિટલ ઈન્ડિયા દ્વારા લોકોને સશક્ત બનાવવાનું કામ કરે છે. આ માટે અનેક પ્રકારની સ્કીમ ચલાવવામાં આ છે. જોકે કેટલાક લોકો તેનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે, કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓને ફ્રી લેપટોપ આપી રહી છે. આ મેસેજની સાથે એપ્લાય કરવા માટે એક લિંક પણ શેર કરવામાં આવી રહી છે. જો તમને પણ વોટ્સએપ પર ફ્રી લેપટોપનો મેસેજ મળ્યો હોય તો એલર્ટ થઈ જવું જોઈએ.
કેન્દ્ર સરકારી પ્રેસ એજન્સી પીઆઈબીએ આ મેસેજની હકીકત જણાવી છે. આ વાયરલ દાવાને પીઆઈબી ફેક્ટ ચેકે નકલી ગણાવ્યો છે. પીઆઈબીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર લખ્યું, વોટ્સએપ એક મેસેજ વાયરલ થયો છે. જેમાં કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓને ‘સ્ટુડન્ટ્સ લેપટોપ સ્કીમ 2025’ અંતર્ગત ફ્રીમાં લેપટોપ આપતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અરજદારની પર્સનલ વિગતો પણ માંગવા આવે છે. આ મેસેજ નકલી છે અને યુઆરએલ પણ નકલી છે. શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરો. હંમેશા સત્તાવાર સોર્સ દ્વારા જાણકારીની પુષ્ટિ કરો.
તમે સરકાર સાથે જોડાયેલી કોઈ પણ ભ્રામક ખબરની હકીકત જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકો છો. કોઈ પણ વ્યક્તિ પીઆઈબી ફેક્ટ ચેકને ભ્રામક સમાચાર, અહેવાલનો સ્ક્રીનશોટ ટ્વિટ, ફેસબુક પોસ્ટ કે યુઆરએલ વોટ્સએપ નંબર 8799711259 પર મોકલી શકે છે અથવા factcheck@pib.gov.in પર ઇમેલ કરી શકે છે.