દિલ્હી બ્લાસ્ટમાં ‘હાઈ ગ્રેડ મિલિટરી વિસ્ફોટકો’ના ઉપયોગની શંકા, શું વિદેશથી જોડાયેલા છે આ બ્લાસ્ટના તાર?

દેશની રાજધાની દિલ્હીમાં તાજેતરમાં થયેલા કાર વિસ્ફોટની ઘટનાએ સુરક્ષા એજન્સીઓને હચમચાવી દીધી છે. આતંકવાદી ઉમર મોહમ્મદની આઈ-20 કારની હિલચાલ શહેરના મુખ્ય વિસ્તારોમાં ફરતી જોવા મળી હતી. જે આ કાવતરાની ગંભીરતા દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, તપાસમાં ઉચ્ચ ગ્રેડના વિસ્ફોટકોના ઉપયોગની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
તપાસકર્તાઓને જાણવા મળ્યું કે ઉમર મોહમ્મદની આઈ-20 કાર બપોરે લગભગ 02:30 વાગ્યે કનોટ પ્લેસ વિસ્તારમાં ફરતી હતી. આ ઉપરાંત, મયુર વિહારમાં પણ તેની હાજરી નોંધાઈ હતી. આ હિલચાલથી સ્પષ્ટ થાય છે કે આતંકીએ શહેરના ગીચ વિસ્તારોમાં રેકી કરી હતી.
આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટમાં સંડોવાયેલી ડોકટર શાહીનનું કાનપુર કનેકશન પ્રકાશમાં આવ્યું, જાણો વિગતે
ઘટનાસ્થળની તપાસ દરમિયાન વિસ્ફોટની તીવ્રતા જોઈને અધિકારીઓને લાગે છે કે હાઈ ગ્રેડ મિલિટરી વિસ્ફોટકોનો ઉપયોગ થયો હોઈ શકે છે, આ સંભાવનાને પૂરે પૂરું નકારી શકાય નહીં. જે આ કાવતરાને વધુ ખતરનાક બનાવે છે.
એજન્સીઓની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ આતંકી મોડ્યુલનો મુખ્ય હેન્ડલર વિદેશમાં બેઠો છે. આ તથ્ય આ કાવતરાને આંતરરાષ્ટ્રીય સ્તરે જોડે છે અને સુરક્ષા એજન્સીઓ માટે નવો પડકાર ઉભો કરે છે.



