Congress is back? વલણો મુજબ 2009ની ચૂંટણી પછી પહેલીવાર કોંગ્રેસની બેઠકો વધી, ભજપની બેઠકો ઘટી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha election)માટે મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીના વલણો મુજબ ગત ચૂંટણી કરતા કોંગ્રેસ પાર્ટીની બેઠકોમાં વધારો જોવા મળી રહ્યો છે. 2014 અને 2019ની ચૂંટણીમાં મોટી હાર બાદ પહેલીવાર કોંગ્રેસ પાર્ટીની સીટોની સંખ્યા 100ની પાસે પહોંચી છે. 2009ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ 206 બેઠકો જીતી હતી, ચૂંટણી પંચના આંકડાઓ પ્રમાણે કોંગ્રેસ પાર્ટી 99 બેઠકો પર આગળ ચાલી રહી છે, ઘણા રાજ્યોમાં કોંગ્રેસને સફળતા મળતી દેખાઈ રહી છે.
2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની સીટોમાં 162 નો ઘટાડો થયો હતો. આ ઉપરાંત વોટ શેરમાં પણ લગભગ 9.3 ટકાનો ઘટાડો હતો. 2014ની ચૂંટણીમાં ભાજપને હિન્દી બેલ્ટના રાજ્યોમાં મોટી જીત મળી હતી. ભાજપે ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભાજપને 282 બેઠકો મળી હતી.
Read More: Lok Sabha Election-2024: #ElectionsResultsના Memesમાં વેબ સિરીઝ Panchayatનો દબદબો…
2019ની લોકસભા ચૂંટણીમાં NDAએ ફરી એકવાર મોટી જીત મળી છે. ભારતીય જનતા પાર્ટીએ પણ 300નો આંકડો પાર કર્યો હતો. હિન્દી બેલ્ટના રાજ્યોમાં ફરી એકવાર ભાજપને મોટી જીત મળી છે. ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત, બિહાર, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને હરિયાણામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જો કે ઉત્તર પ્રદેશમાં ભાજપે કેટલીક બેઠકો ગુમાવી હતી.
લોકસભા ચૂંટણીના પરિણામના વલણો મુજબ ભાજપ 240 બેઠકો પર આગળ છે.
2024માં 7 તબક્કામાં યોજાયેલી લોકસભાની ચૂંટણી બાદ ઘણી એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ બહાર પાડવામાં આવ્યા હતા. તમામ એજન્સીઓ દ્વારા એનડીએ ગઠબંધનની જીતનો દાવો કરવામાં આવ્યો હતો.
Read More: Gujarat માં 12 થી વધુ બેઠકો પર ભાજપનો વિજય, બે બેઠક પર રસાકસી
ઈન્ડિયા ટુડે – એક્સિસ માય ઈન્ડિયા અને ઈન્ડિયા ટીવી – સીએનએક્સ – માનતા હતા કે ભાજપની આગેવાની હેઠળનું નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ 401 સીટો મેળવી શકે છે. ન્યૂઝ 24 – ટુડેઝ ચાણક્ય મુજબ ભાજપ 400 સીટના આંક સુધી પહોંચશે, અને અન્ય ત્રણ – એબીપી ન્યૂઝ-સી વોટર, જન કી બાત, અને ન્યૂઝ નેશન – એ પણ ભાજપ અને એનડીએ માટે મોટી જીતનો દાવો કર્યો. પણ આ તામામ એક્ઝિટ પોલ આંશિક રીતે ખોટા પડ્યા છે, NDAને 300 બેઠકો મળવી પણ મુશ્કેલ જણાઈ રહી છે.