IRCTCની વેબસાઇટ થઇ ઠપ્પ! ટ્રેનની ટિકિટ બુક કરવામાં સમસ્યા

નવી દિલ્હીઃ ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) ની વેબસાઈટ અને એપ આજે સવારથી કામ કરી રહી નથી. વપરાશકર્તાઓને તેમના એકાઉન્ટમાં લોગ ઇન કરવામાં સમસ્યા આવી રહી છે.
જેના કારણે યૂઝર્સ ટ્રેનની ટિકિટ ખરીદી શકતા નથી અને ટિકિટ કેન્સલ પણ કરી શકતા નથી. IRCTC વેબસાઇટ ખોલવા પર, અંગ્રેજીમાં એક સંદેશ પ્રદર્શિત થઇ રહ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, ” મેઇન્ટેનન્સ પ્રવૃત્તિઓને કારણે, ઇ-ટિકિટિંગ સેવા ઉપલબ્ધ નથી. કૃપા કરીને પછીથી પ્રયાસ કરો.”
આ સાથે IRCTC એ એવા વપરાશકર્તાઓ માટે કેટલાક નંબર અને ઈમેલ આઈડી જારી કર્યા છે જેઓ તેમની ટિકિટ કેન્સલ કરવા માગે છે. “ટિકિટ કેન્સલેશન/TDR ફાઇલ કરવા માટે, કૃપા કરીને કસ્ટમર કેર નંબર 14646, 08044647999 અને 08035734999 પર કૉલ કરો અથવા etickets@irctc.co.in પર ઇમેઇલ કરો,” એમ IRCTCએ જણાવ્યું છે.
ડાઉનડિટેક્ટર અનુસાર, IRCTCની વેબસાઇટ પર આ સમસ્યા રાત્રે 9.47 વાગ્યે શરૂ થઈ હતી. IRCTCએ તેની વેબસાઈટ પર કહ્યું છે કે આ સમસ્યા મેઈન્ટેનન્સ એક્ટિવિટીને કારણે થઈ છે. જો કે, આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે તે હજુ સ્પષ્ટ નથી.
Uઆ મહિનામાં આ બીજી વખત છે જ્યારે IRCTC વેબસાઇટ ક્રેશ થઈ છે. આ પહેલા 9 ડિસેમ્બરના રોજ સવારે 10 વાગ્યાની આસપાસ IRCTC વેબસાઇટ અને એપ બંને બંધ થઇ ગયા હતા. આ સમસ્યા આજે પણ તે જ સમયે આવી હતી. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે આ અંગે પોતાની નિરાશા વ્યક્ત કરી હતી. ઘણા યુઝર્સે કહ્યું કે આ સમસ્યાને કારણે તેઓ તત્કાલ ટિકિટ બુક કરાવી શકતા નથી.