IRCTC દરરોજ કેટલી ટિકિટ વેચે છે અને કેટલી કમાણી કરે છે? આંકડા જાણીને ચોંકી જશો | મુંબઈ સમાચાર
નેશનલ

IRCTC દરરોજ કેટલી ટિકિટ વેચે છે અને કેટલી કમાણી કરે છે? આંકડા જાણીને ચોંકી જશો

ભારતના કરોડો લોકો માટે ભારતીય રેલવે એ લાઈફલાઈનનું કામ કરે છે. એક સમય હતો કે જ્યારે રેલવેની ટિકિટ ખરીદવા માટે બારી પર લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું, પરંતુ હવે સમય બદલાયો છે અને ઘરે બેઠા ઈન્ડિયન રેલવે કેટરિંગ ટુરિઝમ એન્ડ કોર્પોરેશન (IRCTC)ની વેબસાઈટ જઈને ટિકિટ બુક કરાવી શકાય છે. પરંતુ શું તમને ખબર છે કે એક દિવસમાં આઈઆરસીટીસી પરથી એક દિવસમાં કેટલી ટિકિટ વેચાય છે અને એનાથી કેટલી કમાણી થાય છે?

દેશના અંતરિયાળ ગામડાઓને જોડવાનું કામ પણ આ ભારતીય રેલવે (Indian Railway) દુનિયાનું સૌથી વિશાળ અને વ્યસ્ત કહી શકાય એવું ચોથું રેલવે નેટવર્ક છે. રેલવે મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી રોજની 13થી 14 લાખ ટિકિટો વેચાય છે. જોકે, તહેવારોના દિવસોમાં આ આંકડો વધી જાય છે. ફાઈનાન્શિયલ યર 2025-26માં એપ્રિલથી જૂનમાં આઈઆરસીટીસીએ રોજની સરેરાશ 13 લાખ ટિકિટ બુક કરી હતી.

આ પણ વાંચો: IRCTC યુઝર આઈડી અને પાસવર્ડ ભૂલી ગયા છો? આ સરળ સ્ટેપ્સથી તરત રિકવર કરો…

તમારી જાણ માટે ભારતીય રેલવેની રોજની આવક માલ-સામાનની હેરફેર અને સિઝન ટિકિટના વેચાણથી 300થી 600 કરોડ રૂપિયાની આસપાસ છે. જેમાં પેસેન્જર ટિકિટની આવકનો હિસ્સો વધારે છે. આ કમાણીમાં આઈઆરસીટીસીની ભૂમિકા સૌથી મોટી છે.

આઈઆરસીટીસી ટિકિટ વેચાણ સિવાય પણ અલગ અલગ માધ્યમથી કમાણી કરે છે. આઈઆરસીટીસી દ્વારા ઓનલાઈન ટિકિટ બુકિંગ પર સર્વિસ ચાર્જના નામે પણ પૈસા વસૂલવામાં આવે છે. આ સિવાય ટ્રેન અને સ્ટેશન પર ફૂડ સ્ટોલ, ડ્રિન્ક્સ અને વોટર સર્વિસ પણ આઈઆરસીટીસી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે.

આ પણ વાંચો: IRCTCમાં આધારકાર્ડ લિંક કરવું ફરજિયાત? શું છે તત્કાલ ટિકિટ બુકિંગનો નવો નિયમ…

આ ઉપરાંત આઈઆરસીટીસી દ્વારા તીર્થયાત્રા, ભારત ગૌરવ ટ્રેન સહિત વિવિધ ટ્રાવેલ પેકેજ પણ ઓફ કરે છે, જેને કારણે પણ તેમને મોટી કમાણી થાય છે. જોકે, ટિકિટ બુકિંગ અને આવક આખું વર્ષ સ્થિર નથી રહેતા. દિવાળી, હોળી અને દુર્ગા પૂજા જેવા મોટા તહેવારો દરમિયાન ટિકિટોનું જોરદાર વેચાણ થાય છે. દરરોજ લાખો યુઝર્સ આઈઆરસીટીસીની એપ યુઝ કરે છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button