IRCTCમાં આધારકાર્ડ લિંક કરવું ફરજિયાત? શું છે તત્કાલ ટિકિટ બુકિંગનો નવો નિયમ…

ભારતીય રેલવે (Indian Railway)એ દુનિયાનું વિશાળ અને વ્યસ્ત કહેવાતું રેલવે નેટવર્ક છે અને પ્રવાસીઓની સુવિધા માટે ઈન્ડિયન રેલવે દ્વારા સમયાંતરે નિયમો અને પોલિસીમાં ફેરફાર કરવામાં આવે છે. તત્કાલ ટિકિટ બુકિંગને લીને પણ મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા તત્કાલ ટિકિટ બુકિંગને લઈને કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જો તમે આ ફેરફારથી અજાણ હશો તો તમને તત્કાલમાં કન્ફર્મ ટિકિટ તો છોડો જનરલ ટિકિટ પણ નહીં મળે. આવો જોઈએ શું છે આ નિયમ-
રેલવે મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર તત્કાલ ટિકિટ બુકિંગના નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે અને જે યુઝર્સના આધારકાર્ડ આઈઆરસીટીસી એકાઉન્ટ સાથે લિંક હશે તેમને જ બુકિંગમાં પ્રાથમિક્તા આપવામાં આવશે.
આ પણ વાંચો: IRCTCના પોર્ટલ પર મિનિટોમાં ટિકિટ બુક થવાનું ‘સિક્રેટ’!
જો તમે પણ હજી સુધી તમારા આઈઆરસીટીસી એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું તો અહીં જાણી લો કે કઈ રીતે તમે આધાર લિંક કરી શકશો-
- સૌથી પહેલાં તો તમારે www.irctc.co.in ની વેબસાઈટ પર જવું પડશે
- હવે અહીં તમારી યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને લોગઈન કરો
- લોગઈન કર્યા બાદ માય એકાઉન્ટ સેક્શનમાં જઈને ઓથેન્ટિકેટ યુઝરના ઓપ્શન પર ક્લિક કરો
- હવે એક નવું પેજ ખુલશે તમારી સામે, જેના પર તમારું 12 ડિજિટ આધાર નંબર કે વર્ચ્યુઅલ આઈડી રજિસ્ટર કરો
- જો તમારી ડિટેઈલ્સ મેચ નથી થતી તો એડિટમાં જઈને એને કરેક્ટ કરો
- માહિતી મેચ થયા બાદ વેરીફાય ડિટેઈલ્સ એન્ડ રિસીવ ઓટીપી પર ક્લિક કરો
- તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે જે આપેલા બોક્સમાં ફીલ કરીને કંડિશન્સ વાંચીને સબમિટ પર ક્લિક કરો
- આધાર લિંકિંગ પ્રોસેસ પૂરી થયા બાદ સ્ક્રીન પર કન્ફર્મેશન મેસેજ દેખાશે
- ત્યાર બાદ આઈઆરસીટીસીની વેબસાઈટ પર ફરી લોગઈન કરો
- જો ઓથેન્ટિકેટ યુઝર સેક્શનમાં ગ્રીન ટીક દેખાય એટલે તમારું એકાઉન્ટ આધાર સાથે લિંક થઈ ગયું છે