ખુશખબરઃ હવે આ દેશમાં પણ મળશે વિઝા ફ્રી એન્ટ્રી
નવી દિલ્હીઃ દિવેશ પ્રવાસ કરવા માગતા કરોડો ભારતીયોમાટે ખુશખબર છે. ભારતીય પાસપોર્ટ હવે ધીમે ધીમે મજબૂત થઇ રહ્યો છે અને એક પછી એક અનેક દેશ ભારતીયોને વિઝા-ફ્રી એન્ટ્રી આપવા માંડ્યા છે. ભારતને વિઝા ફ્રી એન્ટ્રી આપવાના બેન્ડ વેગનમાં હવે ઇરાન પણ જોડાયું છે. ઈરાને ભારત અને સાઉદી અરેબિયા સહિત 33 દેશો માટે વિઝાની જરૂરિયાતો હટાવી દીધી છે.
ઈરાનના પ્રવાસન મંત્રાલયનું માનવું હતું કે ઓપન ડોર પોલિસી વિશ્વના વિવિધ દેશો સાથે જોડાવા માટે ઈરાનના સંકલ્પને દર્શાવે છે. તેમણે એમ પણ કહ્યું છે કે આ નિર્ણય સાથે જે દેશોના નાગરિકો વિઝા મેળવ્યા વગર ઈરાન જઈ શકે છે તેમની સંખ્યા વધીને 45 થઈ જશે.
ઇરાનના પ્રવાસન મંત્રાલયના જણાવ્યા અનુસાર લેબનોન, ટ્યુનિશિયા, ભારત, સાઉદી અરેબિયા અને કેટલાક મધ્ય એશિયાઈ, આફ્રિકન અને મુસ્લિમ દેશો સહિત કુલ 33 દેશો માટે ઈરાનની વિઝાની જરૂરિયાત હટાવી દેવામાં આવી છે. સૂચિમાં ફક્ત એક પશ્ચિમી-સાથી યુરોપિયન રાષ્ટ્ર, ક્રોએશિયાનો સમાવેશ થાય છે, જે EU અને NATOનો સભ્ય છે.
ઇરાનનો આ નિર્ણય બે તેલ ઉત્પાદક ગલ્ફ દેશો વચ્ચે વર્ષોથી ચાલી રહેલા તણાવ વચ્ચે આવ્યો છે. આને ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધોમાં નરમાઈની દિશામાં વધુ એક પગલું તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.