આઈપીએસ વાય. પૂરણ કુમારનું પોસ્ટમોર્ટમ બાકી, પરિવારે કરી આ માંગ | મુંબઈ સમાચાર
નેશનલ

આઈપીએસ વાય. પૂરણ કુમારનું પોસ્ટમોર્ટમ બાકી, પરિવારે કરી આ માંગ

ચંદીગઢ: હરિયાણાના સિનિયર આઈપીએસ અધિકારી વાય. પૂરણ કુમારના મૃત્યુનું રહસ્ય ઘેરાઈ રહ્યું છે. જેના લીધે પોલીસ તંત્રની ચિંતામા વધારો થયો છે. જેમાં સાત દિવસ બાદ પણ તેમના શરીરનું પોસ્ટમોર્ટમ નથી થયું. કારણ કે, મૃતકના પત્ની આઈએએસ અધિકારી અમનીત પી. કુમાર તપાસ પૂર્વે ડીજીપીની ધરપકડની માંગ કરી રહ્યા છે.

લેપટોપની રિકવરીને કારણે ચંદીગઢ પોલીસની તપાસ અટકી

આ સમગ્ર ઘટનાની વિગતોની વાત કરીએ મૃત્યુ પૂર્વે આઈપીએસ અધિકારી વાય. પૂરણ કુમારે હરિયાણાના ડીજીપી સહિત 15 અધિકારીઓ પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. આ કેસ હવે આત્મહત્યા કરતાં સિસ્ટમ વિરુદ્ધ ની લડાઈ બની ગયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને લેપટોપની રિકવરીને કારણે ચંદીગઢ પોલીસની તપાસ અટકી ગઈ છે.

આપણ વાંચો: એકસ્ટ્રા અફેરઃ જ્ઞાતિવાદ આઈપીએસનો ભોગ લે તેનાથી શરમજનક બીજું શું હોય?

આત્મહત્યા નહીં પણ પૂર્વયોજિત હત્યા

જયારે મૃતકના પત્ની આઈએએસ અધિકારી અમનીત તેમના પતિના મૃત્યુને આત્મહત્યા નહીં પણ “પૂર્વયોજિત હત્યા” ગણાવી રહી છે. હરિયાણાના ડીજીપી શત્રુઘ્ન કપૂર અને અન્ય આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી તે પોસ્ટમોર્ટમ કરાવવા તૈયાર નથી.

સરકારી નિવાસસ્થાને ગોળી મારી લીધી હતી

ઉલ્લેખનીય છે કે, 7 ઓક્ટોબરના રોજ આઈપીએસ અધિકારી વાય. પૂરણ કુમારે ચંદીગઢના સેક્ટર 11 સ્થિત તેમના સરકારી નિવાસસ્થાને પોતાને ગોળી મારી લીધી. તેમના પત્ની અમાનિત તે સમયે એક સરકારી પ્રતિનિધિમંડળ સાથે જાપાનમાં હતા. આ ઘટનાના સમાચાર મળતાં તે તાત્કાલિક પરત ફર્યા હતા.

જયારે પૂરણ કુમારે પોતાની સુસાઈડ નોટમાં હરિયાણાના ડીજીપી સહિત 15 વરિષ્ઠ અધિકારીઓના નામ આપ્યા હોવાનું કહેવાય છે. જેમાં તેમને માનસિક ત્રાસ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button