નેશનલશેર બજાર

IPO List : 9000 કરોડથી વધુ એકત્ર કરવા આ અઠવાડિયે 14 IPO ખુલશે, જાણો સમગ્ર વિગતો

મુંબઇ : આઈપીઓ માર્કેટમાં(IPO List)આગામી સપ્તાહે ઘણી ગતિવિધિ જોવા મળશે. જેમાં બજાજ હાઉસિંગ ફાઇનાન્સ સહિત ચાર કંપનીઓ આઈપીઓ લાવી રહી છે. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ IPO દ્વારા અંદાજે રૂપિયા 6,560 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ સિવાય પીએન ગાડગીલ જ્વેલર્સ રૂપિયા 1,100 કરોડ, ક્રોસ લિ. રૂપિયા 500 કરોડ અને ટોલિન્સ ટાયર્સ રૂપિયા 230 કરોડ એકત્ર કરશે. આ ચાર મુખ્ય IPO ઉપરાંત નવ SME આગામી સપ્તાહે આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. આ નાના અને મધ્યમ ઉદ્યોગો (SME)પાસે કુલ રૂપિયા 254 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક છે. આ 13 કંપનીઓ IPO દ્વારા રૂપિયા 8,644 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

IPO ક્યારે ખુલશે?

બજાજ હાઉસિંગ ફાઇનાન્સ, ક્રોસ લિમિટેડ અને ટોલિન્સ ટાયર્સના IPO 9 સપ્ટેમ્બરે અરજીઓ માટે ખૂલ્યા છે અને 11 સપ્ટેમ્બરે બંધ થશે. જ્યારે પીએમ ગાડગીલ જ્વેલર્સની પ્રારંભિક જાહેર ઑફર 10 સપ્ટેમ્બરે ખુલશે અને 12 સપ્ટેમ્બરે બંધ થશે. જ્યારે આર્કેડ ડેવલપર્સ 16 સપ્ટેમ્બરે IPO લોન્ચ કરી શકે છે. જ્યારે વેસ્ટર્ન કેરિયર્સ ઈન્ડિયા પણ ટૂંક સમયમાં તેનો પબ્લિક ઈશ્યૂ લોન્ચ કરશે.

આ વર્ષે અત્યાર સુધીમાં 50 થી વધુ IPO લિસ્ટ થયા

આ વર્ષે અત્યાર સુધીમાં 50 થી વધુ IPO મુખ્ય સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરાવવા માટે લાવવામાં આવ્યા છે. આ ઉપરાંત વોડાફોન આઈડિયા ફોલો-ઓન પબ્લિક ઓફરિંગ (FPO) લાવી હતી. શ્રી તિરુપતિ બાલાજી એગ્રો ટ્રેડિંગ કંપનીનો પબ્લિક ઈશ્યુ હાલમાં અરજીઓ માટે ખુલ્લો છે અને બજાર સ્ટાઈલ રિટેલ અને ગાલા પ્રિસિઝન એન્જિનિયરિંગના આઈપીઓ આ મહિનાની શરૂઆતમાં બંધ થઈ ગયા છે. ઓનલાઈન ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફર્સ્ટક્રાઈની પેરેન્ટ કંપની ઓલા ઈલેક્ટ્રીક મોબિલિટીએ બ્રેઈનબીસ સોલ્યુશન્સ લિ.ને હસ્તગત કરી હતી. આ સહિત 10 કંપનીઓના IPO ઓગસ્ટમાં આવ્યા હતા.

કંપનીઓએ બજારમાંથી રૂ. 80,000 કરોડ એકત્ર કર્યા હતા

સ્ટોક એક્સચેન્જ લિસ્ટિંગ IPO દ્વારા એકત્ર કરાયેલી રકમ ઓગસ્ટના અંત સુધીમાં રૂ. 80,000 કરોડ હતી.જે આ વર્ષના અંત સુધીમાં તે વધીને રૂ. 1.25 લાખ કરોડથી વધુ થઈ જશે. શેરબજારમાં લિસ્ટેડ IPO ઉપરાંત, આદિત્ય અલ્ટ્રા સ્ટીલ, શુભશ્રી બાયોફ્યુઅલ એનર્જી, શેર સમાધાન, ગજાનંદ ઈન્ટરનેશનલ, એસપીપી પોલિમર, ટ્રેફિકસોલ આઈટીએસ ટેક્નોલોજીસ, એક્સેલન્ટ વાયર એન્ડ પેકેજિંગ, ઈનોમેટ એડવાન્સ્ડ મટિરિયલ્સ અને એન્વાયરોટેક સિસ્ટમ્સ જેવા નાના અને મધ્યમ ઉદ્યોગો પણ આઈપીઓ લાવશે.

આગામી સપ્તાહે કંપનીઓ આઈપીઓ પબ્લિક ઈશ્યુ દ્વારા રૂપિયા 12 થી 45 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આદિત્ય અલ્ટ્રા સ્ટીલ, શુભશ્રી બાયોફ્યુઅલ એનર્જી, શેર સમાધાન અને ગજાનંદ ઇન્ટરનેશનલના IPO 9 સપ્ટેમ્બરે ખુલશે. જ્યારે SPP પોલિમર અને ટ્રેફિકસોલ ITS ટેક્નોલોજીનો IPO 10 સપ્ટેમ્બરે આવશે. 11 સપ્ટેમ્બરે એક્સેલન્ટ વાયર એન્ડ પેકેજિંગ અને ઈનોમેટ એડવાન્સ્ડ મટિરિયલ્સ અને 13 સપ્ટેમ્બરે એન્વાયરોટેક સિસ્ટમ્સનો IPO આવશે.

Also Read

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો… શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker