iPhone 17 સિરીઝનું વેચાણ શરૂ, સ્ટોર પર ખરીદી માટે લોકોની ભારે ભીડ...
Top Newsનેશનલ

iPhone 17 સિરીઝનું વેચાણ શરૂ, સ્ટોર પર ખરીદી માટે લોકોની ભારે ભીડ…

નવી દિલ્હી : iPhone 17 સિરીઝ માટે પ્રી-બુકિંગ બાદ એપલની નવી ફ્લેગશિપ સિરીઝનું વેચાણ હવે આજથી શરૂ થયું છે. જેના પગલે એપલ ખરીદનાર લોકો સ્ટોરની બહાર લાઈન લગાવીને ઉભા રહેલા જોવા મળી રહ્યા છે. એપલે નવી સિરીઝમાં ચાર મોડેલ iPhone 17,iPhone 17 Air,iPhone 17 Pro અને iPhone 17 Air નવી સુવિધાઓ સાથે લોન્ચ કરવામાં આવ્યા છે.

iPhone 17 સિરીઝની વિશેષતાઓ
Iphone 17 આ વખતે પાંચ આકર્ષક રંગોમાં ઉપલબ્ધ છે, જેમાં બ્લેક, વ્હાઇટ, લેવેન્ડર, મિસ્ટ બ્લૂ અને સેજ જોવા વેરિયન્ટનો સમાવેશ થાય છે. આ ફોનમાં 6.3 ઇંચનું સુપર રેટિના XDR ડિસ્પ્લે છે, જે 120Hz પ્રોમોશન ટેક્નોલોજી અને 3000 નિટ્સની પીક બ્રાઇટનેસ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.



સ્ક્રીનની સુરક્ષા માટે સિરામિક શિલ્ડ 2નો ઉપયોગ થયો છે. Iphone 17માં A19 પ્રોસેસર છે, જે ઝડપી પરફોર્મન્સ અને સારા બેટરી બેકઅપની ગેરંટી આપે છે. ફોન માં 48MPના ડ્યુઅલ રિયર કેમેરા સાથે એઆઇ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે, જે ગ્રૂપ સેલ્ફીમાં ઓટોમેટિક સ્વિચ કરે છે.

Iphone 17 air
Iphone એર એપલનું અત્યાર સુધીનું સૌથી પાતળું મોડેલ લોન્ચ કરવામાં આવ્યું છે. જેની જાડાઈ માત્ર 5.6mm છે. આ ફોન બ્લેક, વ્હાઇટ, લાઇટ ગોલ્ડ અને સ્કાય બ્લૂ ચાર રંગોમાં ઉપલબ્ધ છે. આ ફોનમાં પણ A19 પ્રો પ્રોસેસર અને 48MPનો સિંગલ રિયર કેમેરો છે, જે ડ્યુઅલ કેમેરાની જેમ કામ કરે છે.

આ ફોનમાં ફક્ત eSIMનો વિકલ્પ છે, જેનાથી બેટરી સ્પેસ વધે છે અને ‘ઓલ-ડે’ બેટરી લાઇફ મળે છે. ફોનમાં MagSafe ચાર્જિંગ અને એડપ્ટિવ પાવર મોડ પણ આપવામાં આવ્યો છે, જે ફોનની કાર્યક્ષમતાને વધારે છે. આ વખતે કંપનીએ પ્લસ વેરિઅન્ટ બદલે Iphone એર રજૂ કર્યું છે.

Iphone 17 પ્રો અને પ્રો મેક્સની વિશેષતાઓ
iphone 17 પ્રો અને પ્રો મેક્સમાં એલ્યુમિનિયમ યુનિબોડી ડિઝાઇન સાથે નવો લુક આપવામાં આવ્યો છે. બંને ફોન A19 પ્રો પ્રોસેસરથી સજ્જ છે, જે પાછલા મોડેલ્સ કરતા 40% વધુ પરફોર્મન્સ આપે છે. Iphone 17 પ્રોમાં 6.3 ઇંચ અને પ્રો મેક્સમાં 6.9 ઇંચની ડિસ્પ્લે છે.

બંનેમાં 48MPનું ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે, જેમાં 8x ઓપ્ટિકલ ઝૂમ અને પ્રોરેસ RAW કેપ્ચર જેવી અદ્યતન સુવિધાઓ છે. 18MPનો ફ્રન્ટ કેમેરો સેન્ટર સ્ટેજ ફીચર સાથે આવે છે. નવી વેપર ચેમ્બર ટેક્નોલોજી દ્વારા બેટરી લાઇફ અને થર્મલ મેનેજમેન્ટમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.

Iphone 17 સિરીઝની કિંમત
Iphone 17ની શરૂઆતી કિંમત $799 (અંદાજે ₹82,900) છે, જે પાછલા મોડેલની કિંમત જેટલી જ છે. Iphone એર $999 (અંદાજે ₹1,19,900), જ્યારે Iphone 17 પ્રો $1099 (અંદાજે ₹1,34,900) અને Iphone 17 પ્રો મેક્સ $1199 (અંદાજે ₹1,49,900)થી શરૂ થાય છે. આ ફોન્સ 256GB બેઝ સ્ટોરેજ સાથે આવે છે.

iPhone 17 સિરીઝ ઑફર્સ
એપલની સત્તાવાર વેબસાઇટ, apple.com અનુસાર, જો તમે અમેરિકન એક્સપ્રેસ, એક્સિસ બેંક અથવા આઈસીઆઈસીઆઈ બેંક કાર્ડથી ચુકવણી કરો છો. તો તમને iPhone 17 સિરીઝ ખરીદતી વખતે 5,000નું ડિસ્કાઉન્ટ મળી શકે છે.

આ પણ વાંચો…જાણો iPhone 17, Air, Pro, અને Pro Max માં શું નવું છે અને ભારતમાં ક્યારે મળશે

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button