રામ મંદિર અભિષેક માટે યોગીને આમંત્રણ
લખનઊ: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે શુક્રવારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને ૨૨ જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામના અભિષેક સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ આપ્યું છે.
આદિત્યનાથે એક્સ પર આમંત્રણ વિશે માહિતી આપતાં કહ્યું કે તેઓ “ધન્યતા અનુભવે છે.
યોગીએ કહ્યું કે ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદદેવ ગીરીજી મહારાજ, ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયજી અને વિશ્ર્વ હિન્દુ પરિષદના રાજેન્દ્ર પંકજ દ્વારા તેમને રૂબરૂમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.
એમણે એક્સ પર જણાવ્યું હતું કે “ભગવાન શ્રી રામની અપાર કરુણા, આદરણીય સંતો અને દાદાગુરુ બ્રહ્મલિન મહંત દિગ્વિજયનાથજી મહારાજ અને આદરણીય ગુરુદેવ બ્રહ્મલિન મહંત અવેદ્યનાથજી મહારાજના આશીર્વાદ, આદરણીય અશોક સિંઘલજી, આદરણીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વની સફળતા અને રામ ભક્તોના સદીઓથી ચાલતા સતત સંઘર્ષ બાદ આપણે બધા શ્રી અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાની નવી મૂર્તિના અભિષેકની સફળતાપૂર્વક કલ્પના કરવામાં સક્ષમ બન્યા છીએ. ઉ