Post Officeની આ સ્કીમમાં પૈસા રોકો અને કરો પૈસા Double…
મધ્યમ વર્ગીય પરિવારના લોકો પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે વિવિધ સ્કીમ્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને પોસ્ટ ઓફિસની સ્કીમ (Savings Schemes, Mutual Fund, Post Office Schemes)માં પૈસા રોકે છે. આજે અમે અહીં તમને આવી જ એક પોસ્ટ ઓફિસની સ્કીમ (Post Office Scheme) વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેમાં તમે રોકાણ કરીને પૈસા ડબલ કરી શકો છો. આવો જોઈએ કઈ છે આ સ્કીમ અને કઈ રીતે એમાં પૈસા ડબલ કરી શકો છો…
આ પણ વાંચો: પોસ્ટમાં કરાવી છે એફડી? બદલાઈ ગયા છે પ્રિ-મેચ્યોરિટી વિડ્રોલના નિયમો, જાણશો તો ફાયદામાં રહેશો…
પોસ્ટ ઓફિસની આ પોપ્યુલર સ્કીમનું નામ છે કિસાન વિકાસ પાત્ર (Kisan Vikas Patra-KVP) છે અને ખાસ વધુ નફો આપવા માટે આ સ્કીમ શરૂ કરવામાં આવી હતી. આ યોજનામાં પૈસા રોકવા પર થોડાક જ મહિનામાં પૈસા ડબલ થઈ જશે. આ યોજનામાં ઓછામાં ઓછા 1000 રૂપિયાથી રોકાણ કરી શકાય છે. ખાસ વાત તો એ છે કે એમાં કોઈ મહત્તમ રોકાણ કરવાની લિમીટ નથી નક્કી કરવામાં આવી. તમે જેટલા જોઈએ એટલા પૈસા રોકી શકો છો.
કિસાન વિકાસ પાત્ર યોજના અંતર્ગત તમે સિંગલ કે જોઈન્ટ એમ બંને એકાઉન્ટ ખોલી શકો છો. 10 વર્ષથી ઉપરની ઉંમરના બાળકનું ખાતું ખોલાવી શકાય છે. આ સાથે એક વ્યક્તિ ગમે એટલા ખાતા આ યોજના હેઠળ ખોલાવી શકે છે.
આ પણ વાંચો: Postની આ સ્કીમમાં દર મહિને કરો 1000 રૂપિયાનું રોકાણ અને બની જાવ Lakhpati…
પોસ્ટ ઓફિસ દ્વારા આ સ્કીમ હેઠળ દર ત્રણ મહિને વ્યાજદર નક્કી કરવામાં આવે છે અને પોસ્ટ ઓફિસની આ યોજના હેઠળ હાલમાં 7.5 ટકા વ્યાજ આપવામાં આવે છે અને આ વ્યાજ દર વર્ષે વ્યાજ આપવામાં આવે છે. જો આ યોજના હેઠળ જો તમે પાંચ લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો 7.5 ટકાનું વ્યાજ આપવામાં આવે છે અને એ હિસાબે પાંચ લાખના રોકાણ પર 115 મહિના બાદ પાંચ લાખ તો વ્યાજ પેટે જ ચૂકવવામાં આવશે. બીજા શબ્દોમાં કહીએ તો પાંચ લાખના રોકાણ પર પાંચ લાખ રૂપિયાનું રોકાણ 10 લાખ રૂપિયાની મૂડી ભેગી થઈ જશે.