ટોપ ન્યૂઝનેશનલ

International Yoga Day 2024: પીએમ મોદીએ યોગ કર્યા, કહ્યું વિશ્વમાં યોગ પ્રત્યે સતત આકર્ષણ વધી રહ્યું છે

શ્રીનગર : આંતરરાષ્ટ્રીય યોગ દિવસે (International Yoga Day 2024) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi)જમ્મુ અને કાશ્મીરના(Jammu Kashmir)શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર (SKICC)ખાતે યોગ કર્યા હતા. આ પહેલા તેમણે લોકોને સંબોધતા કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં યોગ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. યોગ પ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે.

ફ્રેન્ચ મહિલા યોગ શિક્ષકને પદ્મશ્રી સન્માન આપવામાં આવ્યું

પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષે ફ્રાન્સની 101 વર્ષની મહિલા યોગ શિક્ષકને ભારતમાં પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે. તે ક્યારેય ભારત આવી ન હતી, પરંતુ તેણે પોતાનું આખું જીવન યોગ પ્રત્યે જાગૃતિ લાવવા માટે સમર્પિત કર્યું હતું. આજે, વિશ્વભરની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં યોગ પર સંશોધન હાથ ધરવામાં આવે છે; સંશોધન પત્રો પ્રકાશિત થઈ રહ્યા છે.

Also Read : Kutchના સમુદ્રકાંઠેથી મળી આવ્યું 150 કરોડનું ડ્રગ : આનો સબંધ છે આ દેશો સાથે……

આખી દુનિયામાં લોકો યોગ કરી રહ્યા છે : પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે એકાગ્રતા માનવ મનની શાંતિ છે. આજે દરેક જગ્યાએ યોગનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. યોગ દ્વારા સકારાત્મક પરિવર્તન આવે છે. યોગ દ્વારા આપણને શાંતિ મળે છે. અમે આ અનુભવી રહ્યા છીએ. યોગથી રોજગારીની તકો ઉભી થઈ છે. દુનિયાભરમાંથી લોકો ભારતમાં આવીને યોગ શીખી રહ્યા છે. કાશ્મીરની ધરતી પરથી યોગ દિવસની શુભેચ્છા પાઠવીએ છીએ. દર વર્ષે યોગના રેકોર્ડ બનાવવામાં આવે છે. યોગની યાત્રા સતત ચાલુ રહે છે. તેના પ્રત્યે ઘણું આકર્ષણ છે.

યોગ આપણને શક્તિ આપે છે

વિશ્વના દરેક નેતા મને મળે છે તે યોગ વિશે વાત કરે છે. જર્મનીમાં પણ લોકો યોગ કરી રહ્યા છે. વિશ્વની વિવિધ યુનિવર્સિટીઓમાં યોગનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. યોગ હવે તેના સીમિત અવકાશથી આગળ વધી ગયો છે.
શેર-એ-કાશ્મીર ઈન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર ખાતે યુવાનોને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે યોગ આપણને શક્તિ આપે છે. શ્રીનગર આવ્યા પછી હું આ અનુભવી રહ્યો છું.

Also Read: Heatwave in India: દેશમાં ૧૧૦ મૃત્યુ, હીટસ્ટ્રોકના ૪૦,૦૦૦થી વધુ કેસ

કાશ્મીરની ધરતી પરથી લોકોને યોગ દિવસની શુભેચ્છા

આખી દુનિયામાં લોકો યોગ કરી રહ્યા છે. કાશ્મીરની ધરતી પરથી હું લોકોને યોગ દિવસની શુભેચ્છા પાઠવું છું. તેમણે કહ્યું કે દસ વર્ષ પહેલા મેં સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ભારતના પ્રસ્તાવને 177 દેશોએ સમર્થન આપ્યું હતું જે પણ એક રેકોર્ડ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ