નેશનલ

જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદે ઘૂસણખોરીનો પ્રયાસ વિફળ: એક આતંકવાદી ઠાર

જમ્મુ : શનિવારે પરોઢિયે આંતરરાષ્ટ્રીય સરહદનું રક્ષણ કરતાં લશ્કરી દળોએ ઘૂસણખોરીના પ્રયાસને વિફળ બનાવીને એક આતંકવાદીને ઠાર માર્યો હતો એમ અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીઓએ માહિતી આપી હતી કે ચાર સશ્સ્ત્ર આતંકવાદીઓએ સરહદની બીજી બાજુથી ખૌર સેક્ટરના અખનોરમાં પરોઢિયે ઘૂસણખોરીનો પ્રયાસ કરવાનું ધ્યાનમાં આવતાં લશ્કરે ઓપરેશન હાથ ધર્યું હતું.

લશ્ક્રના જમ્મુ સ્થિત વાઈટ નાઈટ કોરે કહ્યું હતું કે ૨૨ અને ૨૩ ડિસેમ્બર વચ્ચેની રાતમાં નિરીક્ષણ ઉપકરણમાં આ ઘૂસણખોરી પકડાઈ હતી. અસરકારક ગોળીબાર કરાયો હતો. ત્રાસવાદીઓ સરહદની બીજે પાર મૃતદેહ ઘસડીને લઈ જતાં નજરે પડ્યા હતા.

સંરક્ષણ ખાતાના પ્રવકતાએ નિરિક્ષણ ઉપકરણમાં રેકોર્ડ કરાયેલી ક્લિપ શૅર કરી હતી. આ ક્લિપમાં ચાર આતંકવાદીઓ અંધારાનો લાભ લઈને સરહદ પરથી ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા દેખાય છે. આખા વિસ્તારમાં કડક જાપ્તો રખાયો હતો અને પ્રકાશના પ્રથમ કિરણમાં શોધખોળનું ઓપરેશન શરૂ કરાયું હતું. લોહીના ડાઘે એ વાતને સમર્થન આપ્યું હતું કે એક આતંકવાદી ઠાર મરાયો હતો જેનો મૃતદેહ તેના સાગરીતો પાકિસ્તાનની બાજુએ લઈ ગયા હતા.
છેલ્લા અહેવાલો મળ્યા ત્યારે લશ્કરનું ઓપરેશન ચાલું હતું. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button