નાની બચતની બે સ્કીમના વ્યાજદર વધ્યા
નવી દિલ્હી: નાની બચત યોજનાથી વિવિધ યોજનાઓ પર વ્યાજદર વધારવામાં આવ્યા છે. નવા વ્યાજદર પહેલી જાન્યુઆરી ૨૦૨૪થી અમલમાં આવશે. ત્રણ વર્ષની બચત યોજના પર હાલમાં ૭.૦ ટકા વ્યાજ મળે છે જે વધારી ૭.૧ ટકા કરવામાં આવશે. સુક્ધયા સમૃદ્ધિ અકાઉન્ટ સ્કીમમાં હાલ ૮.૦ ટકા વ્યાજ મળે છે જે વધારીને ૮.૨ ટકા કરવામાં આવશે. એક વર્ષની ટાઈમ ડિપોઝિટ પર હાલમાં ૪.૦ ટકા, બે વર્ષની ટાઈમ ડિપોઝિટ પર હાલમાં ૭.૦ ટકા, પાંચ વર્ષની ટાઈમ ડિપોઝિટ પર ૭.૫ ટકા, પાંચ વર્ષની રિકરિંગ ડિપોઝિટ પર
હાલમાં ૬.૭ ટકા, સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ પર હાલમાં ૮.૨ ટકા, માસિક આવક અકાઉન્ટ સ્કીમ પર હાલમાં ૭.૪ ટકા, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ પર હાલમાં ૭.૭ ટકા, પીપીએફ સ્કીમ પર હાલમાં ૭.૧ ટકા, કિસાન વિકાસપત્ર પર હાલમાં ૭.૫ ટકા (૧૧૫ મહિનામાં પાકતા) યથાવત્ રાખવામાં આવ્યા છે.
જોકે પીપીએફના રોકાણકારોને નિરાશા સાંપડી છે અને તેમના વ્યાજદર હાલના ૭.૧ ટકા યથાવત્ રાખવામાં આવ્યા છે.