એક વિડિયોને લઈને Instagram પર FIR દાખલ ! તમે તો નથી કર્યો ને શેર ?
નવી દિલ્હી : Instagram પર થોડા દિવસથી ચાલી રહેલા એક ચેલેન્જના કારણે એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. માર્ક ઝુકરબર્ગના આ સોશિયલ મીડિયા એપ પર POCSO અને IT Actની કલમ અનુસાર કેસ દાખલ કરવામાં આવ્યા હતા. ઇન્સ્ટાગ્રામની પેરેંટ કંપની Metaને આને સબંધિત નોટિસ મોકલવામાં આવી છે. અમેરિકન સોશિયલ મીડિયા કંપની પર દાખલ કરાયેલ આ FIRને લગતી કોઈપણ પ્રતિક્રિયા આપવામાં નથી આવી. ચાલો જાણીએ ઇન્સ્ટાગ્રામ પર દાખલ કરાયેલા કેસ વિશે.
ઈન્સ્ટાગ્રામ વિરુદ્ધ આ કેસ પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુરમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે. આ દિવસોમાં ઈન્સ્ટાગ્રામ પર કિસ ચેલેન્જ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ચેલેન્જનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક માતા અને પુત્ર આ ચેલેન્જમાં જોવા મળી રહ્યા છે. જો કે, આવું કઈ પહેલીવાર નથી બન્યું કે જ્યારે ઈન્સ્ટાગ્રામ પર કોઈ ચેલેન્જ વીડિયો વાયરલ થયો હોય.
ઇન્સ્ટાગ્રામ કિસ ચેલેન્જ (Kiss Challenge)માં યુઝર્સ કિસ કરતા વીડિયો પોસ્ટ કરે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર #kisschallenge હેશટેગ સાથે ઘણા વીડિયો શેર કરવામાં આવ્યા છે. આ વીડિયોમાં દેખાઈ રહેલા બાળક અંગે આપતી વ્યક્ત કરવામાં આવી છે અને તેના અધિકારોના ઉલ્લંઘનનો મામલો સામે આવ્યો છે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR)ના આદેશ પર ઈન્સ્ટાગ્રામ પર આ કેસ નોંધવામાં આવ્યો છે.
NCPCRને કેટલીક ફરિયાદો મળી હતી, જેમાં કિસ ચેલેન્જના નામે ઈન્સ્ટાગ્રામ સહિત ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો વાયરલ થયાની બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા આ માતા-પુત્રના વીડિયોને જોયા બાદ NCPCRએ તેમાં POCSO એક્ટનું ઉલ્લંઘન થયાનું જણાવ્યુ છે. આ પછી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેસ નોંધવામાં આવ્યો અને યુએસ સ્થિત Meta ઓફિસને નોટિસ મોકલવામાં આવી.
શું તમે પણ આ કામ કરો છો?
જો તમે પણ કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતી કોઈપણ ચેલેન્જમાં ભાગ લેવા ઈચ્છો છો, તો ધ્યાનમાં રાખો કે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની નીતિનું ઉલ્લંઘન નથી કરી રહ્યું. તેમજ કોઈપણ સગીરનો વિડીયો અપલોડ કરતા પહેલા તેને લગતા કાયદાની જાણકારી મેળવી લો, નહી તો તમારી સામે ભારતીય દંડ સંહિતા અને આઈટી એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે.