મુંબઈઃ ભારતીય નૌકાદળમાં ત્રણ યુદ્ધ જહાજનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં આઈએનએસ નીલગિરિ, આઈએનએસ સુરત અને આઈએનએસ વાઘશીર. આ ત્રણેય આધુનિક યુદ્ધ જહાજનો ભારતીય નૌકાદળના કાફલામાં સમાવેશ કરતા દુશ્મનોના દાંત ખાટા કરવા માટે કાફી છે. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં ત્રણેય યુદ્ધજહાજ (IANS Surat, Nilgiri & IANS Vagseer)ને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. આ ત્રણેય યુદ્ધજહાજની વિશેષતા જાણીએ.
પ્રોજેક્ટ 17-એ હેઠળ નૌકાદળનાં સાત નવાં સ્ટીલ્થ ફ્રિગેટ્સમાં નીલગિરિ મુખ્ય યુદ્ધજહાજ છે. તેને શિવાલિક-ક્લાસ ફ્રિગેટ્સ પર એક મોટી પ્રગતિ માનવામાં આવે છે અને તેમાં એક બંધ મૂરિંગ ડેક, નીચા ઈન્ફ્રરેડ સિગ્નેચર, ક્રૂ અને સામગ્રીની સલામત હિલચાલ માટે ડેક રેલ સિસ્ટમ જેવાં તત્ત્વોનો સમાવેશ થાય છે, જેણે અન્ય યુદ્ધ જહાજની સ્ટીલ્થ સુવિધાઓને વધારવા માટે રેલને દૂર કરવામાં સક્ષમ બનાવ્યું છે.
અન્ય યુદ્ધજહાજોમાં તમે ફોક્સલ પર ઘણી બધી ફિટિંગ્સ જોશો, જેમ કે એન્કર, ચેઈન કેબલ વગેરે, પણ અહીં સ્વચ્છ ડેક છે. બધું નીચે એક તૂતક પર, મૂરિંગ ડેક પર સ્થાનાંતરિત થયું છે, જે સંપૂર્ણપણે છુપાયેલ છે. આનાથી જહાજના વધુ સારા રડાર દમનની ખાતરી થઇ છે. આ ઉપરાંત આ જહાજ ઈન્ફ્રા-રેડ સેપ્રેશન સિસ્ટમ વહાણના પ્રોપલ્શન એક્ઝોસ્ટ અને પાવર જનરેશન મશીનરીમાંથી ઉત્સર્જન ઘટાડે છે, જે કોઇ પણ જહાજને શોધી કાઢવાની શક્યતાઓને ઘટાડે છે.
આ પણ વાંચો :પીએમ મોદી આજે મુંબઇમાં, નૌકાદળના કાર્યક્રમ બાદ લેશે મહાયુતિના નેતાઓના ક્લાસ
આ જહાજમાં સુપર રેપિડ ગન માઉન્ટ (અપગ્રેડેડ) સિસ્ટમ પણ છે, જેનો ઉપયોગ ભારતીય નૌકાદળમાં પહેલી વાર કરવામાં આવ્યો છે. આ બંદૂક સ્માર્ટ દારૂગોળો ચલાવવામાં સક્ષમ છે. નીલગિરિના નિર્માણમાં ઘણા પડકારો હતા, કારણ કે તેમાં ઘણાં બધાં સાધનો અને નવી ટેક્નોલોજી સામેલ હતી. અમે એક જહાજ બનાવ્યું છે જે સંપૂર્ણપણે લડાઈ માટે તૈયાર છે, એવું કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન નીતિન કપૂરે જણાવ્યું હતું.
આઈએનએસ સુરતઃ મિસાઈલ ડિસ્ટ્રોયર
આઈએનએસ સુરત પ્રોજેક્ટ 15-બી જહાજોનું ચોથું અને અંતિમ જહાજ છે. પ્રોજેક્ટ 15-બી એ પ્રોજેક્ટ 15-એ કોલકાતા-વર્ગના વિનાશકનું નિર્માણ છે, જેમાં નોંધપાત્ર ક્ષમતા વૃદ્ધિ છે. સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ વિનાશક 7400 ટનનું વિસ્થાપન અને 164 મીટરની એકંદર લંબાઈ ધરાવે છે, જે ભારતીય નૌકાદળના સૌથી મોટા વિનાશકમાંનું એક છે. લોન્ચથી શરૂ થવા સુધી, સુરતને માત્ર 31 મહિનાનો સમય લાગ્યો હતો, જે તેને સૌથી ઓછા સમયમાં બનાવવામાં આવેલ સ્વદેશી યુદ્ધ જહાજ બની ગયું છે.
ગાઈડેડ મિસાઈલ સ્ટીલ્થ ડિસ્ટ્રોયર્સના પ્રોજેક્ટ 15-બી-ક્લાસમાં સુરતના પુરોગામી આઈએનએસ વિશાખાપટ્ટનમ, આઈએનએસ મોર્મુગાઓ અને આઈએનએસ ઈમ્ફાલ છે, જે અનુક્રમે નવેમ્બર 2021, ડિસેમ્બર 2022 અને ડિસેમ્બર 2023માં કાર્યરત થયા છે. આ વહાણ માટે તમે ભલે ચોથું અને અંતિમ કહો, પણ તે નવીનતમ અને શ્રેષ્ઠ છે. ડિસ્ટ્રોયર લડાઈ માટે આ જહાજ તૈયાર છે. એક મિનિટની સૂચના સાથે તે તૈયાર થઇ જાય છે, એવું સુરતના કમાન્ડિંગ ઓફિસર શોરીએ જણાવ્યું હતું. આ વર્ગના અગાઉના જહાજને લોંચ થવાથી શરૂમાં 54 મહિનાનો સમય લાગ્યો હતો. આ જહાજ સપાટીથી સપાટી પરની `બ્રહ્મોસ’ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલો અને બરાક-8 મીડિયમ રેન્જ સરફેસ-ટુ-એર મિસાઈલો (એમઆરએસએએમ)થી સજ્જ છે જે તમામ પ્રકારના હવાના જોખમો સામે રક્ષણ સુનિશ્ચિત કરે છે.
આઈએનએસ વાઘષીર
વાઘષીર એ ફ્રેન્ચ સ્કોર્પિયન ડિઝાઈન પર આધારિત કલવરી-ક્લાસની છ સબમરીનમાંથી છઠ્ઠી સબમરીન છે. આ પ્રોજેક્ટમાં ફ્રેન્ચ સહયોગી, નેવલ ગ્રુપ પાસેથી ટેક્નોલોજીનું ટ્રાન્સફર સામેલ હતું. પ્રથમ પાંચમાં આઈએનસ કલવારી, ખંડેરી, કરંજ, વેલા અને વાગીર છે.
સબમરીન શરૂઆતમાં પાંચ અલગ અલગ વિભાગોમાં બાંધવામાં આવી હતી. આ પાંચ વિભાગોમાંનું એક સબમરીનમાં વેલ્ડિંગ – એક શબ્દ જે બુટ ટુગેધર તરીકે ઓળખાય છે, જે 18મી જાન્યુઆરી, 2021ના રોજ પૂરું થયું હતું અને તેનું લોન્ચિંગ 20મી એપ્રિલ, 2022ના રોજ થયું હતું. એ સમયે તે માત્ર એક હોલો સિલિન્ડર હતું. આ એક પરંપરાગત ડીઝલ-ઈલેક્ટ્રિક સબમરીન છે. વાઘષીર દુર્બળ મેનિંગ સાથે વિશ્વમાં સૌથી વધુ છૂપા અને અદ્યતન છે. દુશ્મનના પ્રદેશમાં કોઇનું ધ્યાન ન જાય એ માટે સક્ષમ છે. કમિશનિંગ ક્રૂમાં 11 અધિકારીઓ અને 47 ખલાસીઓ છે. વાઘષીર લંબાઈમાં 67.5 મીટર છે અને તેની ઊંચાઈ 12.3 મીટર છે. જેમાંથી માત્ર ઉપરનો અડધો ભાગ જ પાણીની લાઈનની ઉપર દેખાય છે.
મહિલા અધિકારીઓ માટે રહેવાની સુવિધા
નીલગિરિ અને સુરત પણ ભારતના પ્રથમ યુદ્ધ જહાજો છે જેમણે મહિલા ખલાસીઓ અને અધિકારીઓને મદદ કરવા માટે અલગથી રહેવાની સુવિધા બનાવી છે. હકીકતમાં સુરતના કમિશનિંગ ક્રૂમાં બે મહિલા અધિકારીઓ છે, સાર્જન્ટ લેફ્ટનન્ટ અહલ્યા અરવિંદ અને લેફ્ટનન્ટ આસ્થા કંબોજ, જેઓ સુરતના ડેપ્યુટી લોજિસ્ટિક ઓફિસર પણ છે. અન્ય તમામ જહાજોમાં મહિલા અધિકારીઓ અને ખલાસીઓને સમાવવા માટે પછીના તબક્કે ગોઠવણો કરવામાં આવી હતી, જ્યારે નીલગિરિ અને સુરતમાં નૌકાદળનાં મહિલા કર્મચારીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યાં છે. આ અંગે કમિશનિંગ ક્રૂના એક ભાગ કંબોજે જણાવ્યું હતું કે અમે અલગથી રહેવાની સુવિધા બનાવી છે, જેની ડિઝાઈન પ્રક્રિયા પહેલેથી જ વિચારવામાં આવી હતી, જે જહાજને અનન્ય બનાવે છે.