નેશનલ

INS વિક્રાંતની તાકાત વધી, MR-SAM મિસાઇલ કરાયા તેનાત, ચીલ ઝડપે દુશ્મન પર હુમલો કરવા સજ્જ

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંતની તાકાત વધુ વધી છે. હવે તેમાં મીડિયમ રેન્જની સપાટીથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ તૈનાત કરવામાં આવી છે. આ એક એવી મિસાઈલ છે જે ઓછો ધુમાડો છોડે છે. ઉપરાંત, વધુ ઝડપને કારણે દુશ્મન તેને શોધી શકતા નથી. અને તેનો શિકાર બને છે. 

વિક્રાંત એરક્રાફ્ટ કેરિયર પર પહેલાથી જ બરાક-8 અને બ્રહ્મોસ મિસાઇલો તૈનાત છે. આ સિવાય હવે આ મિસાઈલની તૈનાતીથી સ્વાભાવિક રીતે જ આ યુદ્ધ જહાજની તાકાતમાં વધારો થશે. આવી જ મિસાઈલ ટેક્નોલોજી નેવીના અન્ય ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર્સમાં પણ તૈનાત કરવામાં આવી છે.
ફોટો 2) 

આ મિસાઈલ DRDO દ્વારા ઈઝરાયલની IAI કંપની સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. ભારતને ઈઝરાયલ પાસેથી મળેલી બરાક મિસાઈલ પણ MR-SAM છે. સરફેસ ટુ એર મિસાઈલ આર્મી વેપન સિસ્ટમમાં કમાન્ડ પોસ્ટ, મલ્ટી-ફંક્શન રડાર, મોબાઈલ લોન્ચર સિસ્ટમનો સમાવેશ થાય છે. તે ઈઝરાયેલની ખતરનાક મિસાઈલ બરાક-8 પર આધારિત છે. 

MR-SAMનું વજન લગભગ 275 kg છે. તેની લંબાઈ 4.5 મીટર અને વ્યાસ 0.45 મીટર છે. આ મિસાઈલ પર 60 કિલો વોરહેડ એટલે કે હથિયાર લોડ કરી શકાય છે. તે બે તબક્કાની મિસાઈલ છે જે લોન્ચ કર્યા બાદ ઓછો ધુમાડો છોડે છે.

એકવાર લોન્ચ થયા પછી MR-SAM (મિડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ) આકાશમાં 16 કિમી સુધીના લક્ષ્યોને સીધા જ હિટ કરી શકે છે. જોકે, તેની રેન્જ અડધા કિમીથી લઈને 100 કિમી સુધીની છે. એટલે કે તે આ રેન્જમાં આવતા દુશ્મનના કોઈપણ વાહન, વિમાન, ડ્રોન કે મિસાઈલને નષ્ટ કરી શકે છે.

MR-SAM મિસાઈલમાં નવી વસ્તુ રેડિયો ફ્રીક્વન્સી સીકર છે, એટલે કે જો દુશ્મન વાહન માત્ર રેડિયોનો ઉપયોગ ડોજ કરવા માટે કરતું હોય તો પણ તે તેને નીચે પાડી દેશે. તેની સ્પીડ 680 મીટર પ્રતિ સેકન્ડ એટલે કે 2448 કિમી/કલાક છે. તેની ઝડપ તેને અત્યંત જીવલેણ બનાવે છે. 

ભારતે ઈઝરાયલ પાસેથી MR-SAM મિસાઈલની પાંચ રેજિમેન્ટ ખરીદવાની વાત કરી છે. તે 40 લોન્ચર અને 200 મિસાઈલ સાથે આવશે. આ ડીલની કિંમત લગભગ 17 હજાર કરોડ રૂપિયા છે. આ મિસાઈલોની તૈનાતી ભારતને એર ડિફેન્સ શિલ્ડ બનાવવામાં મદદ કરશે.   

ઇઝરાયલ અને ભારતની સારી મિત્રતા છે. ભારતે 1996માં ઇઝરાયલ પાસેથી 32 સર્ચર માનવરહિત હવાઇ વાહનો ખરીદ્યા હતા. આ ઉપરાંત લેઝર ગાઇડેડે બૉમ્બ પણ ખરીદવામાં આવ્યા હતા. હાલમાં બરાક-1 મિસાઇલથી લઇને બરાક 8ER મિસાઇલ સુધીની ડીલ ચાલી રહી છે, બરાક મિસાઇલ પણ MRSAMનું એક ઉત્તમ ઉદાહરણ છે.

વિશાખાપટ્ટનમ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયરમાં 32 એન્ટ્રી એર બરાક મિસાઇલો તૈનાત કરી સકાય છે, જેની રેન્જ 150 કિ.મી. છે. તેમાં 16 એન્ટિ શીપ ્થવા લેન્ડ એટેક બ્રહ્મોસ્ત્ર મિસાઇલ પણ લગાવી શકાય છે. આ બે મિસાઇલોથી સજ્જ થયા બાદ આ શીપ દુશ્મનના જહાજો અને વિમાનો પર ભારે હુમલા કરવા સક્ષમ છે.

Back to top button
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker