નેશનલ

ભારતની ત્રીજી સ્વદેશી ન્યુક્લિયર બેલિસ્ટિક સબમરીન INS અરિધમન ટૂંક સમયમાં નૌકાદળમાં સામેલ થશે

નવી દિલ્હી: ભારત ટૂંક સમયમાં તેની ત્રીજી સ્વદેશી ન્યુક્લિયર બેલિસ્ટિક સબમરીન આઈએનએસ અરિધમનને નૌકાદળમાં સામેલ કરશે. આઈએનએસ અરિધમન નેવીમાં સામેલ થયા પછી ભારત પાસે પહેલીવાર સમુદ્રમાં ત્રણ ઓપરેશનલ બેલિસ્ટિક મિસાઇલ સબમરીન હશે, એમ ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું.

ત્રીજી સ્વદેશી ન્યુક્લિયર સબમરીન ‘અરિધમન’ ટૂંક સમયમાં બેડામાં સામેલ થશે અને નેવી પોતાની શક્તિને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. નેવી ડેએ અગાઉ એક પત્રકાર પરિષદને સંબોધતા એડમિરલ ત્રિપાઠીએ કહ્યું હતું કે પ્રોજેક્ટ 75 ઇન્ડિયા (પીP75-આઈ) હેઠળ છ સ્ટીલ્થ સબમરીનના પ્રસ્તાવિત અધિગ્રહણને સીલ કરવાની પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે.

આપણ વાચો: રશિયાએ પરમાણુ કવાયત હાથ ધરતા વિશ્વભરમાં ખળભળાટ! યુક્રેનની ચિંતા વધી

જેટ ખરીદવા માટે 64,000 કરોડનો સોદો કર્યો

નૌકાદળને 2028માં 26 રાફેલ-એમ ફાઇટર જેટમાંથી પહેલા ચાર જેટ મળશે. ભારતે એપ્રિલમાં ફ્રાન્સ સાથે જેટ ખરીદવા માટે 64,000 કરોડ રૂપિયાનો સોદો કર્યો હતો. નૌકાદળના વડાએ ઓપરેશન સિંદૂર દરમિયાન નેવીની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે તેના આક્રમક વલણને કારણે પાકિસ્તાન નૌકાદળને તેમના બંદરોની નજીક રહેવાની ફરજ પડી હતી.

ઓપરેશન સિંદૂર “હજુ પણ ચાલુ છે

એડમિરલે કહ્યું હતું કે ભારતીય નૌકાદળે પાકિસ્તાન સાથેના યુદ્ધ પછી છેલ્લા સાત-આઠ મહિનામાં પશ્ચિમ અરબી સમુદ્ર સહિત અનેક સ્થળો પર હાઈ ઓપરેશનલ તૈયારી જાળવી રાખી છે. નૌકાદળના વડાએ કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર “હજુ પણ ચાલી રહ્યું છે.

ઓપરેશન સિંદૂર દરમિયાન આક્રમક વલણ અને તાત્કાલિક કાર્યવાહીના કારણે પાકિસ્તાન નૌકાદળને તેમના બંદરોની નજીક અથવા મકરાન કિનારાની નજીક રહેવાની ફરજ પડી હતી,” તેમણે જણાવ્યું હતું.

નૌકાદળના વડાએ કહ્યું કે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન પર નાણાકીય બોજ પડ્યો છે કારણ કે દુશ્મનાવટ પછી મોટી સંખ્યામાં વેપારી જહાજોએ તે દેશમાં મુસાફરી કરવાનું ટાળ્યું હતું.

તેમણે કહ્યું કે પાકિસ્તાન જવા માટે જહાજોના વીમાનો ખર્ચ પણ વધી ગયો છે. પરમાણુ સંચાલિત સબમરીન અંગેના એક પ્રશ્નના જવાબમાં નૌકાદળના વડાએ કહ્યું કે ભારત ટૂંક સમયમાં ત્રીજી સ્વદેશી પરમાણુ સંચાલિત સબમરીનને બેડામાં સામેલ કરવા માટે તૈયાર છે.

આઈએનએસ અરિદમન પરીક્ષણના અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં તેને સામેલ કરાશે. ભારત પાણીની અંદર પરમાણુ ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આઈએનએસ અરિહંત ભારતની પ્રથમ સ્વદેશી પરમાણુ સબમરીન છે. તેને જૂલાઈ 2009માં લોન્ચ કરવામાં આવી હતી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button