નવા વર્ષ માટે ઇન્ડિગો તરફથી શાનદાર ઑફર…, ‘ટ્રેનથી સસ્તા ભાવમાં પ્લેન મુસાફરીની તક
મુંબઇઃ દેશની બજેટ એરલાઈન ઈન્ડિગોએ યાત્રીઓ માટે એક શાનદાર ઓફર લઇને આવી છે. જો તમે મોંઘા હવાઇ ભાંડાને કારણે ક્રિસમસ કે નવા વર્ષની રજાનું પ્લાનિંગ કર્યું નથી કે પછઈ તમે 2025માં પણ દેશ વિદેશ બહારગામ જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સમાચાર તમારી માટે ઘણા ઉપયોગી છે. IndiGo મુસાફરોને દ્વારા વિશિષ્ટ ‘ગેટવે સેલ’ ઓફર કરવામાં આવી રહ્યું છે. આ સેલમાં લોકોને ખૂબ જ સસ્તા દરે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટની ટિકિટો ઓફર કરવામાં આવી રહી છે. આ સેલ 25 ડિસેમ્બર, 2024ના રોજ ખતમ થશે.
આ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ લેવા માટે તમારે ઇન્ડિગોની એપ્લિકેશન અથવા વેબસાઇટ પર જઇને જ બુકિંગ કરાવવું પડશે. ઈન્ડિગો તમને કેટલીક પસંદગીની બેંકોના ક્રેડિટ કાર્ડ્સ પર ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. જો તમારી પાસે ફેડરલ બેંકનું ક્રેડિટ કાર્ડ વાપરીને ટિકિટ બુક કરાવશો તો તમને ડોમોસ્ટિક ટિકિટ પર વધારાનું 15 ટકા અને ઇન્ટરનેશનલ ટિકિટ પર વધારાનું 10 ટકા ડિસ્કાઉન્ટ પણ મળશે. તમારે 25 ડિસેમ્બર સુધીમાં ટિકિટ બુક કરાવવાની રહેશે. આ ટિકિટ દ્વારા 23 જાન્યુઆરીથી 30 એપ્રિલ 2025 વચ્ચે ગમે ત્યાં મુસાફરી કરી શકો છો. ઇન્ડિગોના સેલમાં સ્થાનિક રૂટ પર ટિકિટની કિંમત 1,199 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય રૂટ પર વિદેશ જવા માટેનું ભાડું 4,499 રૂપિયાથી શરૂ થાય છે.
આ પણ વાંચો સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ વી. રામસુબ્રમણ્યમ બન્યા NHRCના અધ્યક્ષ
આ સિવાય ઈન્ડિગો એરલાઈન્સ તેના 6E એડ-ઓન પર 15% સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે, જે પ્રી-પેઇડ એક્સેસ બેગેજ વિકલ્પ તેમજ સીટની પસંદગી માટે લાગુ પડે છે.