નેશનલ

મોંઘવારીનો માર ફરી એકવાર, છૂટક ફુગાવો એપ્રિલમાં 4.83 ટકા રહ્યો, ખાદ્ય ફુગાવો 4 મહિનાની ટોચે

નવી દિલ્હી: દેશમાં છૂટક મોંઘવારી (CPI Inflation)ના લેટેસ્ટ આંકડા સોમવારે જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડાં મુજબ એપ્રિલ 2024માં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) આધારિત છૂટક ફુગાવો એપ્રિલ 2024માં 4.83 ટકા રહ્યો છે. જ્યારે ગયા વર્ષના સમાન મહિનામાં એટલે કે એપ્રિલ 2023માં તે 4.7 ટકા હતો. જો વર્ષ 2024ના તમામ મહિનાઓની વાત કરીએ તો મોંઘવારી દરમાં સતત પરંતુ થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. જાન્યુઆરીમાં ફુગાવો 5.10 ટકા, ફેબ્રુઆરીમાં 5.09 ટકા અને માર્ચમાં 4.85 ટકા નોંધાયો હતો.

જો કે, અગાઉના મહિના એટલે કે માર્ચ 2024ની સરખામણીએ છૂટક ફુગાવાના દરમાં થોડો ઘટાડો થયો છે. તેની સરખામણીમાં માર્ચ 2024માં છૂટક ફુગાવાનો દર 4.85 ટકા હતો. રોઇટર્સ પોલમાં, અર્થશાસ્ત્રીઓએ એપ્રિલ 2024માં છૂટક ફુગાવો 4.80 ટકા રહેવાની આશા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: POKમાં મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શનઃ હિંસામાં એકનું મોત, ૧૦૦ ઘાયલ

કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પર આધારિત છૂટક ફુગાવો એપ્રિલ 2024 માં 4.83 ટકા નોંધાયો હતો, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળા (એપ્રિલ 2023) કરતાં 0.13 ટકા વધુ છે. એપ્રિલ 2023માં છૂટક ફુગાવાનો દર 4.70 ટકા હતો. સરકારી આંકડા મુજબ ગ્રામીણ વિસ્તારો માટે ફુગાવાનો દર 5.43 ટકા અને શહેરી વિસ્તારો માટે 4.11 ટકા હતો.

સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર, માર્ચની સરખામણીમાં એપ્રિલમાં લોકોના રસોડા સાથે જોડાયેલી ઘણી વસ્તુઓની કિંમતોમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. જોકે, ફૂડ બાસ્કેટ ઈન્ફ્લેશન એપ્રિલમાં 8.70 ટકા હતો, જે માર્ચમાં 8.52 ટકા હતો. એટલે કે, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, માર્ચની સરખામણીમાં એપ્રિલમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થયો છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના સમગ્ર બાસ્કેટમાં એકલા ખાદ્ય ફુગાવાનો હિસ્સો છે.

આ પણ વાંચો: Pakistan: POKમાં સ્થિતિ વણસી, મોંઘવારીથી ત્રસ્ત લોકો રસ્તાઓ પર ઉતર્યા

RBIનું માનવું છે કે આગામી દિવસોમાં ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતોમાં અનિશ્ચિતતાના કારણે ફુગાવાના દર પર દબાણ રહેશે. મોંઘવારી દર 4 ટકા પર રહે તે સુનિશ્ચિત કરવાનું કામ સરકારે રિઝર્વ બેંકને સોંપ્યું છે. આમાં, રિઝર્વ બેંક પણ ઉપર અને નીચે બંને બાજુ 2 ટકાનું માર્જિન ધરાવે છે, એટલે કે ફુગાવાનો દર 2 ટકાથી 6 ટકાની રેન્જમાં રહેવો જોઈએ. રિઝર્વ બેંક દર બે મહિને નાણાકીય નીતિની સમીક્ષા કરે છે અને આ સમય દરમિયાન તે માત્ર કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આધારે ફુગાવાના દરને ધ્યાનમાં લે છે.

અનાજનો ફુગાવાનો દર 8.63 ટકા હતો, જે ગયા મહિને (માર્ચ 2024) 8.37 ટકા હતો. જો આપણે કઠોળના ફુગાવાના દરની વાત કરીએ તો તે પણ માર્ચમાં 17.71%ની સરખામણીએ એપ્રિલ 2024માં ઘટીને 16.84% પર આવી ગયો. એપ્રિલ મહિનામાં શાકભાજીના ભાવમાં 27.8 ટકાનો વધારો થયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button