નેશનલ

‘ભારતે ચીનની મહત્વાકાંક્ષાઓને ફટકો આપ્યો’

જી-20ની સફળતા પર વારી ગયા આનંદ મહિન્દ્રા

G20ની મોટી સફળતાની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. આ સમિટમાં વિશ્વના નેતાઓએ ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો. દરમિયાન, જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ કેન્દ્ર સરકારના નેતૃત્વની પ્રશંસા કરીને પ્રતિક્રિયા આપી છે. ભારતનાં વખાણ કરતાં તેમણે કહ્યું હતું કે ભારતની સફળતાથઈ ચીનના પેટમાં તેલ રેડાયું હશે.

મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ભારત સરકારના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું હતું કે, ‘ભારતના વધતા વર્ચસ્વને કારણે G20 સમિટમાં વિવિધ મુદ્દાઓ પર સર્વસંમતિ બનાવવામાં મદદ મળી. સમિટ દરમિયાન સંયુક્ત ઘોષણા પર સર્વસંમતિ સુધી પહોંચવું એ ભારતીય કૂટનીતિની મોટી જીત છે. આ વિષય પર વિશ્વનું એટલું ધ્યાન ન મળ્યું હોત, પરંતુ તે કુશળ રાજદ્વારી ચેસ ચાલથી ઓછું નથી.


મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું, ‘વન બેલ્ટ-વન રોડ પહેલ દ્વારા ચીને સમગ્ર વિશ્વના નિર્ણયોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારત-પશ્ચિમ એશિયા અને યુરોપ કોરિડોરની ઓફર કરીને ચીનની મહત્વાકાંક્ષાઓ પર ઠંડુ પાણી રેડી દીધું છે. પીએમઓ, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના પ્રયાસોને કારણે આ શક્ય બન્યું છે.

આ સિવાય વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગાએ દેશના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું હતું કે, ‘ભારતે ઉત્તમ કામ કર્યું છે. લગભગ અશક્યને શક્ય બનાવવા માટે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન. તેને પૂર્ણ કરવા બદલ ભારતના શેરપા અમિતાભ કાંતને અભિનંદન. દરમિયાન, Paytmના સ્થાપક વિજય શેખર શર્માએ કહ્યું હતું કે, ‘G20 એ વર્લ્ડ કપની યજમાની અને ફાઈનલ ટ્રોફી જીતવા જેવું છે.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button