RSS નેતા ઈન્દ્રેશ કુમારનું મોટું નિવેદન, ભગવાન રામે અહંકારી અને વિરોધી બંનેનો ન્યાય કર્યો
નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના(RSS)નેતા ઈન્દ્રેશ કુમારે લોકસભા ચૂંટણીના પરિણામો પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે સત્તાધારી ભાજપને અહંકારી અને ઇન્ડી ગઠબંધનને રામ વિરોધી ગણાવ્યા છે. ઈન્દ્રેશ કુમારે(Indresh Kumar)કહ્યું, ભગવાન રામ દરેક સાથે ન્યાય કરે છે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પર નજર નાખો. જેઓ રામની પૂજા કરતા હતા, પરંતુ ધીમે ધીમે તેમનામાં અહંકાર વધ્યો એ પાર્ટીને સૌથી મોટી પાર્ટી બનાવી. પરંતુ તેને સંપૂર્ણ બહુમત મળવો જોઇતો હતો તે ભગવાને તેમના અહંકારને કારણે ન આપ્યો.
ભગવાનનો ન્યાય વિચિત્ર નથી
ઈન્દ્રેશ કુમારે વધુમાં કહ્યું કે જેમણે રામનો વિરોધ કર્યો તેમને કોઇ સત્તાના આપી. બધા ભેગા મળીને પણ નંબર-1 ના બન્યા. નંબર-2 પર થંભી ગયા. તેથી ભગવાનનો ન્યાય વિચિત્ર નથી. સત્ય છે તે ખૂબ આનંદદાયક છે.
ગુરુવારે ઈન્દ્રેશ કુમાર જયપુર નજીક કનોટા ખાતે ‘રામરથ અયોધ્યા યાત્રા દર્શન પૂજન સમારોહ’ને સંબોધિત કરી રહ્યા હતા. ઈન્દ્રેશ આરએસએસના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય પણ છે. જોકે, તેમણે પોતાના નિવેદનમાં કોઈ પક્ષનું નામ લીધું નથી. તેમનો ઈશારો સ્પષ્ટપણે ગુણદોષનો સંકેત આપતો હતો.
જેમને રામમાં વિશ્વાસ નથી તે 234 પર અટકી ગયા
ભાજપનો ઉલ્લેખ કરતાં ઈન્દ્રેશે કહ્યું, જે પાર્ટી રામ પ્રત્યે ભક્તિ ધરાવતી હતી પરંતુ અહંકારી બની ગઈ હતી, તેને 241 પર રોકી દેવામાં આવી હતી. તેમણે સ્પષ્ટપણે ઇન્ડી ગઠબંધનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જેમને રામમાં વિશ્વાસ નથી તેઓ મળીને 234 પર અટકી ગયા. તેમણે વધુમાં કહ્યું કે લોકશાહીમાં રામરાજ્યનું બંધારણ જુઓ, જેઓ રામની પૂજા કરતા હતા પરંતુ ધીમે ધીમે અહંકારી બની ગયા હતા, તે પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી હતી. પરંતુ સત્તા માટે જે બેઠકો જોઈતી હતી તે તેમના અહંકારના કારણે ભગવાને ના આપી.
રામનો વિરોધ કરનારાઓમાં તેમણે કોઈને સત્તા આપી ન હતી.
તેમણે કહ્યું કે, રામનો વિરોધ કરનારામાંથી કોઈને સત્તા આપવામાં આવી નથી. તેમાં પણ બધાને મળીને નંબર -2 સુધી જ પહોંચ્યા. ઈશ્વરનો ન્યાય સાચો અને આનંદદાયક છે. તેમણે કહ્યું જે લોકો રામની પૂજા કરે છે તેઓ નમ્ર હોવા જોઈએ અને જે લોકો રામનો વિરોધ કરે છે તેમને ભગવાન ખુદ પાઠ ભણાવે છે.
ભગવાન રામ ભેદભાવ કરતા નથી
તેમણે કહ્યું કે ભગવાન રામ ભેદભાવ કરતા નથી અને દંડ પણ નથી કરતાં. રામ કોઈને વિલાપ નથી કરાવતા. રામ દરેકને ન્યાય આપે છે. ભગવાન રામ હંમેશા ન્યાય પ્રિય છે અને હંમેશા ન્યાય પ્રિય રહેશે. ઇન્દ્રેશ કુમારે એમ પણ કહ્યું કે ભગવાન રામે લોકોની રક્ષા કરી અને રાવણનું પણ ભલું કર્યું.