નેશનલ

ઇન્દોરનું દેવી અહલ્યાબાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે ઇ-વિઝા સ્વીકારશે

ઇન્દોર: મધ્ય પ્રદેશના ઇન્દોરનું દેવી અહલ્યાબાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવેથી પ્રવાસીઓને રાહત આપવા ઇ-વિઝા સ્વીકારશે. જેની લાંબા સમયથી માગ હતી.ભાજપના ઇન્દોર લોકસભા સાંસદ શંકર લાલવાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે, મને તમને જણાવતા આનંદ થાય છે કે દેવી અહલ્યાબાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇ-વિઝા સ્વીકારવા માટે મંજૂરી આપવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, અગાઉ વિદેશોમાંથી મુસાફરી કરતા લોકોને એરપોર્ટમાંથી બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી ન હતી અને અહીં ઇ-વિઝાની મંજૂરી ન મળવાને કારણે તેમને પાછા મોકલવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં મુસાફરો એરપોર્ટમાં પ્રવેશતા સમયે ‘ડિજી યાત્રા’ સુવિધાનો લાભ લઇ શકશે. ‘ડિજી યાત્રા’ સુવિધા ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજી (એફઆરટી) દ્વારા એરપોર્ટના વિવિધ ચેકપોઇન્ટ પર મુસાફરોની સંપર્ક રહિત અને સીમલેસ મૂવમેન્ટને સુનિશ્ર્ચિત કરે છે. નોંધનીય છે કે ઇન્દોરથી પહેલી સીધી આંતરરાષ્ટ્રીય ઉડાન ૧૫ જુલાઇ, ૨૦૧૯ના રોજ દુબઇ માટે શરૂ કરવામાં આવી હતી અને ત્યારથી ઇ-વિઝા સ્વીકારવાની માગ કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button