ભાજપના યુવા નેતાની ગોળી મારી હત્યા, સાથી મિત્રો પર પણ કર્યું ફાયરિંગ પરંતુ…
રવિવારે ભાજપના એક નેતાની ગોળીમારીને હત્યા કરી દેવાના અહેવાલ સામે આવ્યા છે. મધ્યપ્રદેશના ઈન્દોરના ભાજપ યુવા મોર્ચાના નગર ઉપાધ્યક્ષ મોનુ કલ્યાણેની ગોળી મારીને હત્યા (BJP Monu Kalyan shot dead, Indore) કરી દેવામાં આવી હતી. શહેરના એમજી રોડ થાણા ક્ષેત્રના ચીમનબાગ વિસ્તારમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ જૂની અદાવતને લઈને પિયુષ અને અર્જુને મોનુ કલ્યાણે પર ફાયરિંગ કર્યું હતું. હાલ બંને આરોપીઓ પોલીસ પકડથી દૂર છે અને તેને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.
ઈન્દોર વિધાનસભા નંબર 03ની રાજનીતિમાં હસ્તક્ષેપ કરનાર મોનુ કલ્યાણેની ગણતરી પૂર્વ ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયના ખાસ લોકોમાં થાય છે, જે કૈલાશ વિજયવર્ગીયના પુત્ર છે. ગોળીથી ઘાયલ થયેલા મોનુને તેના મિત્રો હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મોનુ કલ્યાણ શનિવારે રાત્રે ભગવા યાત્રાની તૈયારી કરી રહ્યો હતો. દરમિયાન પીયૂષ અને અર્જુન નામના બે યુવકો બાઇક પર ચિમનબાગ ચોકડીએ પહોંચ્યા હતા.
| Also Read: Prajwal Revanna ના ભાઇ સૂરજ રેવન્નાની પણ કાર્યકર્તાના યૌન શોષણ કેસમાં ધરપકડ
બાઇક પર બેસીને બંને મોનુ સાથે કંઈક ચર્ચા કરવા લાગ્યા. દરમિયાન બાઇક પર પાછળ બેઠેલા અર્જુને પિસ્તોલ કાઢીને મોનુ કલ્યાણે પર ફાયરિંગ કર્યું હતું અને પીયૂષ સાથે સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.
આરોપીઓએ ચિમનાબાગ ચોક પર હાજર મોનુના મિત્રો પર પણ ફાયરિંગ કર્યું હતું, પરંતુ તેઓ બચી ગયા હતા. કૈલાશ વિજયવર્ગીયના પુત્ર અને ઈન્દોર 03 વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય આકાશ વિજયવર્ગીય તેમના સમર્થકો સાથે મોનુના ઘરે પહોંચ્યા અને તેમના પરિવારના સભ્યોને મળ્યા અને તેમને સાંત્વના આપી હતી.