ઇન્ડોનેશિયન રાષ્ટ્રપતિએ પાકિસ્તાન સરકારનું અપમાન કર્યું! ભારત પર લાગ્યા ગંભીર આરોપ | મુંબઈ સમાચાર

ઇન્ડોનેશિયન રાષ્ટ્રપતિએ પાકિસ્તાન સરકારનું અપમાન કર્યું! ભારત પર લાગ્યા ગંભીર આરોપ

નવી દિલ્હી: ભારતના 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો મુખ્ય અતિથિ તરીકે હાજર (Prabowo Subianto) રહ્યા હતા. એવી પણ ચર્ચા હતી કે પ્રબોવો સુબિયાન્ટો ભારત પછી પાકિસ્તાનની (Pakistan) મુલાકાત લેશે, પાકિસ્તાન સરકારે તેમની મુલાકત માટે તૈયારીઓ પણ શરુ કરી દીધી હતી, પરંતુ આ મુલાકાત મુલતવી રાખવામાં આવી હતી.

ઇન્ડોનેશિયાની સરકારે જણાવ્યું કે ભારત પછી રાષ્ટ્રપતિ પાકિસ્તાનને બદલે મલેશિયાની મુલાકાત લેશે. શાહબાઝ સરકારે રાષ્ટ્રપતિ પ્રબોવોના સ્વાગત માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી. જોકે, પાકિસ્તાનની તૈયારીઓ પર પાણી ફરી વળ્યું હતું

પ્રબોવો સુબિયાન્ટોની મુલાકાત રદ થતા પાકિસ્તાન સરકારને નીચું જોવા પણું થયું છે. જોકે, આ મુદ્દા પર પાકિસ્તાન સરકર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી પરંતુ પાકિસ્તાનના વિદેશ બાબતોના નિષ્ણાતો અને સામાન્ય લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ભારત પર આરોપ:
પાકિસ્તાની વિદેશ બાબતોના એક નિષ્ણાતના મત મુજબ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો 26 જાન્યુઆરીએ ભારતમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ પાકિસ્તાનની મુલાકાત લેવાના હતા. ભારતે ઇન્ડોનેશિયા પર દબાણ કર્યું અને તેમને (પ્રબોવો સુબિયાન્ટો) ઇસ્લામાબાદ આવતા અટકાવ્યા. ભારતની નરેન્દ્ર મોદી સરકારે પ્રબોવોને રોકીને પાકિસ્તાન પર બદલો લીધો છે. આ મામલે પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદ્વારીએ કહ્યું કે ભારતે યોગ્ય નથી કર્યું. ઇન્ડોનેશિયા નાનો દેશ નથી, તેણે સ્ટેન્ડ લેવો જોઈએ. જોકે, ઇન્ડોનેશિયા ક્યારેય નહીં ઈચ્છે કે ભારત સાથેના તેના સંબંધો બગડે. શક્ય છે કે તેઓ થોડા દિવસો પછી ઇસ્લામાબાદ આવે.

Also read: ઇન્ડોનેશિયામાં 7 મહિના સુધી અટકાયતમાં રહ્યા બાદ એમવી આશીના ક્રૂ મેમ્બર્સ પરત ફર્યા

ભારતે ઇન્ડોનેશિયાને લાલચ આપી:
પાકિસ્તાનના એક યુટ્યુબર કહ્યું કે ભારતે 26 જાન્યુઆરીએ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિને પ્રજાસત્તાક દિવસ માટે આમંત્રણ આપ્યું હતું. જ્યારે, પાકિસ્તાને તૈયારીઓ શરૂ કરી દીધી હતી. વડાપ્રધાન શાહબાઝે સરકારના મંત્રી એહસાન ઇકબાલને જવાબદારી સોંપી હતી. નરેન્દ્ર મોદી સરકારને ખબર હોવી જોઈએ કે પાકિસ્તાને પહેલાથી જ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિને પત્ર મોકલી દીધો છે. ભારત સરકારે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિને વેપાર વધારવાના વચનો આપ્યા અને અન્ય અનેક પ્રકારના પ્રલોભનો આપીને ભારત આવવા માટે લાલચ આપી હતી.

સંબંધિત લેખો

Back to top button