નેશનલ

ભારત-પાક. મેચમાં લાગી શકે છે વરસાદનું વિઘ્ન

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન અને નવરાત્રી મહોત્સવમાં વરસાદી વિઘ્ન ઊભું થઇ શકે છે. રાજ્ય હવામાન વિભાગે તા. 14થી 16 ઓક્ટોબર દરમિયાન વરસાદી ઝાપટા પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 35.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. શુક્રવારે શહેરમાં 36 ડિગ્રીએ મહત્તમ તાપમાન પહોંચી શકે છે. નવરાત્રીના પ્રથમ બે દિવસ અને વિશ્વકપની મેચ દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે તા. 14થી 16 ઑક્ટોબર દરમિયાન અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહિસાગર અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ થઇ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button