નેશનલ
ભારત-પાક સરહદ પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળઃ એક ઘૂસણખોર ઠાર

જયપુરઃ રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના જવાનોએ એક શંકાસ્પદ ઘૂસણખોરને ઠાર માર્યો હતો. એક અધિકારીએ બુધવારે આ માહિતી આપી હતી.
શ્રીગંગાનગરના એસપી ગૌરવ યાદવે કહ્યું હતું કે, બીએસએફના જવાનોએ તેને ચેતવણી આપી હતી પરંતુ તે ઉભો રહ્યો નહી ત્યારબાદ તેને ઠાર મારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : પાકિસ્તાને અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી; 15ના મોત, સરહદ પર તણાવ…
તેમણે કહ્યું હતું કે આ ઘટના કેસરીસિંહપુર વિસ્તારના એક ગામની નજીક બની હતી. તેમણે કહ્યું કે ઠાર મરાયેલ ઘૂસણખોર પાસેથી પાકિસ્તાનની ચલણી નોટ, એક સિગારેટનું પેકેટ અને કેટલીક અન્ય વસ્તુઓ મળી આવી છે અને તેના વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. સશસ્ત્ર ગળો અને પોલીસ અધિકારીઓ વચ્ચે સતત વાતચીત ચાલી રહી છે.