નેશનલ

અમેરિકામાં આડેધડ ગોળીબાર: ૧૮નાં મોત

લેવિસ્ટન: અમેરિકામાં એક શખસે બુધવારે મેન રાજ્યના લેવિસ્ટનમાં એક રેસ્ટોરન્ટ અને બોલિંગ એલીમાં આડેધડ ગોળીબાર કરી ૧૮ લોકોની હત્યા કરી હતી. હત્યારો અપરાધને અંજામ આપી ભાગી ગયો
હતો. આરોપીને ઝડપી લેવા સેંકડો અધિકારીઓએ શોધખોળ શરૂ કરી હતી. તેમજ રહેવાસીઓ આ ઘટનાથી ગભરાયને ઘરોમાં બંધ રહ્યા હતા.

પોલીસે અપરાધીનું નામ રોબર્ટ કાર્ડ અને ઉંમર ૪૦ વર્ષ હોવાનું જણાવ્યું હતું. લિજેન્ડસ સ્પોટર્સ બાર અને ગ્રીલના માલિક મેલિન્ડા સ્મોલના જણાવ્યા અનુસાર તેના બારથી નજીવા અંતરે આવેલા બોલિંગ એલી પર ગોળીબાર થયાની જાણ થતા તેના સ્ટાફે તુરંત જ તેમના દરવાજાને તાળું મારી દીધું હતું અને તમામ ૨૫ ગ્રાહકો અને કર્મચારીઓને દરવાજાથી દૂર ખસેડવામાં આવ્યા હતા. થોડીવારમાં પોલીસ આવી પહોંચી અને તમામને બિલ્ડિંગમાંથી બહાર કાઢ્યા હતા.

એન્ડ્રોસ્કોગિન કાઉન્ટી શેરિફ ઓફિસે તેના સત્તાવાર ફેસબુક પેજ પર શંકાસ્પદ વ્યક્તિના બે ફોટા પ્રકાશિત કર્યા હતા. જેમાં શૂટર તેના ખભા પર હથિયાર સાથે એક સંસ્થામાં જતો જોવા મળ્યો હતો. અન્ય બે અધિકારીઓએ જણાવ્યું હતું કે, ડઝનેક લોકો ઘાયલ થયા હતા. વ્હાઇટ હાઉસના એક નિવેદનમાં જણાવાયું છે કે, પ્રમુખ જો બાઇડને મિલ્સ અને રાજ્યની સેનેટ અને ગૃહના સભ્યો સાથે ફોનમાં વાત કરી હતી અને આ ભયાનક હુમલાને પગલે સંપૂર્ણ સંઘીય સમર્થનની અપીલ કરી હતી. બુધવારનો આ મૃત્યુઆંક આશ્ર્ચર્યજનક હતો, કારણ કે ૨૦૨૨માં સમગ્ર રાજ્યમાં ૨૯ હત્યાઓ થઇ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button