ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશેષ: ઇન્દિરા ગાંધીએ જ્યારે પોતાની જ પાર્ટીના ઉમેદવારને હરાવ્યા હતા, કારણ શું? | મુંબઈ સમાચાર
નેશનલ

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશેષ: ઇન્દિરા ગાંધીએ જ્યારે પોતાની જ પાર્ટીના ઉમેદવારને હરાવ્યા હતા, કારણ શું?

નવી દિલ્હી: જગદીપ ધનખડના રાજીનામા બાદ હવે મંગળવાર 9 સપ્ટેમ્બરના રોજ ઉપરાષ્ટ્રપતિના પદ માટે મતદાન થવાનું છે. આ દરમિયાન એનડીએ અને ઈન્ડી ગઠબંધન બન્ને ક્રોસ વોટીંગના માધ્યમથી પોતાના ઉમેદવારની જીતનો દાવો કરી રહ્યા છે. સામાન્ય રીતે જે ચૂંટણીમાં વ્હીપ જાહેર કરી શકાતી નથી તેવી ચૂંટણીઓમાં ક્રોસ વોટીંગની સંભાવના ખુબ જ વધી જાય છે. ક્રોસ વોટીંગની વાતમાં ઇન્દિરા ગાંધીનો દાખલો આપવો પડે કારણ કે એકવખત તેમણે જ કોંગ્રેસના ઉમેદવારની સામે જ ક્રોસ વોટીંગ કરી નાખ્યું હતું અને કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર હારી ગયો હતો. આ ચૂંટણીમાં એક અપક્ષ ઉમેદવારને જીત મળી હતી, ત્યારબાદ કોંગ્રેસ માટે કપરો કાળ આવ્યો હતો તેમજ પાર્ટી બે ભાગમાં વહેંચાઇ ગઈ હતી.

આ મામલો વર્ષ ૧૯૭૧નો છે કે જયારે તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ આ ચૂંટણીમાં પોતાની જ પાર્ટી એટલે કે કૉંગ્રેસના સત્તાવાર ઉમેદવાર નીલમ સંજીવ રેડ્ડીને હરાવવાનું કામ કર્યું હતું. કૉંગ્રેસ સિન્ડિકેટના દિગ્ગજ નેતાઓ આશ્ચર્યમાં પડી ગયા હતા કે કે ઇન્દિરા ગાંધી આખરે શા માટે પોતાની જ પાર્ટીની વિરુદ્ધ જઈ રહ્યાં છે. જોકે આ ઇન્દિરાનું વિચારીને લીધેલું પગલું હતું, જે પછી તેમણે રાજકીય રીતે પોતાનું કદ તો વધાર્યું જ સાથે જ કૉંગ્રેસને તોડીને પોતાની નવી કૉંગ્રેસ પાર્ટી બનાવી.

આ પણ વાંચો: સંજય ગાંધીના મૃત્યુ બાદ પ્લેન ક્રેશ થયું ત્યાં ઇન્દિરા ગાંધી શું શોધતાં હતાં?

વર્ષ ૧૯૬૯માં તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. ઝાકીર હુસૈનનું હાર્ટ અટેકના કારણે નિધન થઇ ગયું અને રાષ્ટ્રપતી પદ ખાલી પડ્યું. ત્યારબાદ રાષ્ટ્રપતિની ચૂંટણી થઇ અને દેશના રાષ્ટ્રપતિ પદ માટે થયેલી આ ચૂંટણીમાં આ સૌથી વધુ ચર્ચાસ્પદ બની હતી. જેમાં તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ પોતાની પાર્ટી વિરુદ્ધ જઈને અપક્ષ ઉમેદવાર તરીકે પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો હતો. આ ચૂંટણીમાં કોંગ્રેસનો સત્તાવાર ઉમેદવાર હતો તેમજ જનસંઘ અને સ્વતંત્ર પાર્ટીએ મળીને એક મજબુત ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો હતો.

આ ચૂંટણી એવા સમયગાળામાં થઇ રહી હતી કે જયારે ઇન્દિરા ગાંધીને પોતાની જ પાર્ટીના નેતાઓ દ્વારા જબરદસ્ત પડકાર મળી રહ્યો હતો. જો કે ઇન્દિરા ગાંધી કોઈપણ સંજોગોમાં એ સંદેશ પણ આપવા માંગતી હતી કે વર્તમાન પાર્ટી કરતા પોતાની છબીમાં વધારે તાકાત છે. તેઓ દેખાડવા માંગતા હતા કે પોતે એવા નેતા છે કે જેને પાર્ટીની જરૂર નથી પણ પાર્ટીને તેમની જરૂર છે.

આ પણ વાંચો: ભારતને ઇન્દિરા ગાંધીની જરૂર! યુદ્ધ વિરામ બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા કેમ થઇ રહી છે

શા માટે ઇન્દિરા ગાંધી પોતે જ પાર્ટીની સામે થયા?

ઝાકીર હુસૈનના આકસ્મિક અવસાન બાદ જાહેર થયલી ચૂંટણીમાં કોંગ્રેસે નીલમ સંજીવ રેડ્ડીને, જનસંઘ અને અન્ય પાર્ટીઓએ ચિંતામન દ્વારિકાનાથ દેશમુખને to વી.વી. ગીરીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. પાર્ટીની પરંપરા અને અનુશાસનનો ભંગ કરીને ઇન્દિરા ગાંધીએ નક્કી કર્યું કે તેઓ વી. વી. ગીરીનું સમર્થન કરશે. ઇન્દિરાની હલચલને જોઇને પાર્ટીના અધ્યક્ષ નિજલિંગપ્પાએ પાર્ટીના ઉમેદવારનું સમર્થન કરવા દબાણ કર્યું હતું પરંતુ ઇન્દિરાઈ મનાઈ કરી દીધી હતી.

આથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નિજલિંગપ્પાએ સ્વંતંત્ર પાર્ટી અને જનસંઘને કોંગ્રેસના ઉમેદવારનું સમર્થન કરવા અપીલ કરી હતી. ઇન્દિરા ગાંધીએ નિજલિંગપ્પાની અપીલનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો અને વિરોધ પાર્ટી સાથે મળેલા હોવાનું દેખાડ્યુ હતું. ૧૬ ઓગષ્ટના રોજ ચૂંટણી પહેલા ઇન્દિરા ગાંધીએ નિવેદન આપ્યું હતું કે સાંસદો પોતાની અંતર આત્મા જોઈને મતદાન કરે. જેમાં તેમણે નામ લીધા વિના જ અપક્ષ ઉમેદવારના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરી હતી.

વી.વી.ગિરિને કેટલા મત મળ્યા?

વી.વી. ગિરિને કુલ 420,077 વોટ મળ્યા, જ્યારે નીલમ સંજીવ રેડ્ડીને 405,427 વોટ મળ્યા. સ્વતંત્ર પાર્ટી અને જનસંઘના સંયુક્ત ઉમેદવાર ચિંતામન દ્વારિકાનાથ દેશમુખને 112,769 વોટ મળ્યા હતા. આ ઉપરાંત, પ્રતાપગઢના સ્વાતંત્ર્ય સેનાની ચંદ્રદત્ત સેનાની, પંજાબના રાજકારણી ગુરચરણ કૌર, અને બોમ્બેના નેતા પી.એન. રાજભોગ પણ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં હતા. ચૌધરી હરિરામે ફરી ચૂંટણી લડી અને 125 વોટ મેળવ્યા. આ સિવાય, ખુબી રામ અને કૃષ્ણ કુમાર ચેટર્જીએ પણ ચૂંટણી લડી હતી, પરંતુ તેમને એક પણ વોટ મળ્યો નહોતો.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button