સંજીવ ખન્નાના કાકા પણ CJI હોત, પણ ઈન્દિરા ગાંધીએ…, જાણો શું છે આ મામલો
નવી દિલ્હી: જસ્ટિસ ડી વાય ચંદ્રચુડની નિવૃત્તિ બાદ જસ્ટિસ સંજીવ ખન્ના ભારતના નવા મુખ્ય ન્યાયધીશ બન્યા (CJI Sanjiv Khanna) છે, આજે સવારે જસ્ટિસ ખન્નાએ દેશના 51મા CJI તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ(Draupadi Murmu)એ રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં જસ્ટિસ ખન્નાને પદના શપથ લેવડાવ્યા હતા. ડીવાય ચંદ્રચુડની જેમ, જસ્ટિસ સંજીવ ખન્નાનો પરિવાર પણ ભારતની ન્યાય પ્રણામી સાથે જોડાયેલો છે. તેમના પિતા દેવરાજ ખન્ના દિલ્હી હાઈકોર્ટના જજ રહી ચૂક્યા છે. તે જ સમયે, તેમના કાકા હંસરાજ ખન્ના (Justice Hansraj Khanna) સુપ્રીમ કોર્ટના જજ હતા.
જસ્ટિસ સંજીવ ખન્ના પોતે કાયદાના ક્ષેત્રમાં લગભગ 40 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના કાકા હંસરાજ ખન્ના પણ CJI બનવાના હતા પરંતુ પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી(Indira Gamdhi)એ તેમની અવગણના કરી અને એમ એચ બેગને CJI બનાવ્યા. આ પછી તેમણે સુપ્રીમ કોર્ટમાંથી રાજીનામું આપી દીધું હતું.
અહેવાલ મુજબ કટોકટી દરમિયાન, એડીએમ જબલપુર વિરુદ્ધ શિવકાંત શુક્લાના કેસમાં હંસરાજ ખન્નાએ આપેલો ચુકાદો ઈન્દિરા ગાંધીની સરકારને ગમ્યો ન હતો અને તેથી તેમની પાસેથી મુખ્ય ન્યાયાધીશ બનવાની તક છીનવી લીધી.
શું હતો એ કેસ:
વકીલ શિવકાંત શુક્લાને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, તેમની કોઈપણ સુનાવણી વગર ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે તેણે જબલપુર હાઈકોર્ટનો સંપર્ક કર્યો અને કોર્ટે તેની તરફેણમાં ચુકાદો આપ્યો. કોર્ટે કહ્યું કે કોઈ પણ વ્યક્તિને જીવન જીવવાના અધિકારથી વંચિત ન રાખી શકાય.
Also Read – દેશના 51માં ચીફ જસ્ટિસ બન્યા Sanjiv Khanna, જાણો તેમના અંગે
આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. આ મામલાની સુનાવણી પાંચ જજોની બેન્ચે કરી હતી. આમાંથી ચાર જજોએ હાઈકોર્ટના નિર્ણયને પલટી નાખ્યો હતો. આમાંથી એક માત્ર જજ હંસરાજ ખન્ના જ હતા જેમણે અલગ નિર્ણય આપ્યો હતો. હંસરાજ ખન્નાએ પોતાના નિર્ણયમાં કહ્યું કે બંધારણના અનુચ્છેદ 21 હેઠળ આપવામાં આવેલા જીવનના અધિકારથી કોઈને પણ વંચિત ન રાખી શકાય.
જસ્ટિસ હંસરાજ ખન્નાના આ મતને કારણે તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધી નારાજ થયા. જસ્ટિસ હંસરાજ ખન્નાના CJI બનતા અટકાવ્યા હતાં.