ઇન્ડિગો મુદ્દો સંસદમાં ગાજયો, સાંસદે કહ્યું મત વિસ્તારમાં પહોંચવામાં મુશ્કેલી

નવી દિલ્હી : દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગો હાલ ઓપરેશનલ ઇસ્યુનો સામનો કરી રહી છે. તેમજ આ મુદ્દો આજે સંસદમાં પણ ગાજ્યો હતો. તેમજ ભાજપના સાંસદ જગદંબિકા પાલે કહ્યું હતું કે આ પ્રકારની સમસ્યા ચાલુ રહેશે તો સાંસદોને તેમના વિસ્તારમાં પરત ફરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. જેથી સરકારે આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.
સાંસદો મત વિસ્તારમાં પહોંચવામાં મુશ્કેલી
સાંસદે આ મુદ્દો શૂન્યકાળ દરમિયાન ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું અત્યાર સુધી 400 થી વધુ ઇન્ડિગો ફ્લાઈટ રદ કરવામાં આવી છે. જેમાં મારી આજ સાંજની અને આવતીકાલ સવારની ફ્લાઈટ રદ કરવામાં આવી છે. તેમણે મુસાફરોની સલામતીની વાત કરીને જણાવ્યું કે ડીજીસીએ જે નિયમો બનાવ્યા છે તેનું ઇન્ડિગો કેમ પાલન નથી કરી રહી. તેમજ જો આ સ્થિતી ચાલુ રહેશે તો સાંસદો પરત તેમના મત વિસ્તારના કેવી પહોંચશે અને સોમવારે પરત કેવી રીતે આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે આ સ્થિતીને જોતા સરકારે તેની પર ધ્યાન આપવું જોઇએ. તેમજ રિફંડ અથવા તો વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ.
આ પણ વાંચો: ઇન્ડિગો મામલે કેન્દ્ર સરકારે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા, કંટ્રોલ રૂમ શરૂ કરાયો
સરકારે તપાસના આદેશ આપ્યા
ઉલ્લેખનીય છે કે, દેશભરમાં છેલ્લા ત્રણ દિવસથી ઇન્ડિગો એરલાઇન્સની ઓપરેશનલ ખામીઓથી મુસાફરો પરેશાની સામનો કરી રહ્યા છે. તેમજ આજે દેશભરના 1000થી વધારે ફલાઇટ કેન્સલ કરવામાં આવી છે. જેના લીધે મુસાફરોની મુશ્કેલી વધી છે. તેમજ આ સ્થિતીને ગંભીરતાથી લેતા સરકારે તપાસના આદેશ આપ્યા છે. તેમજ તેની માટે એક કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે.



