નીકળ્યો હતો હનીમૂન પર જવા અને પહોંચી ગયો….
નવી દિલ્હી: દિલ્હી એરપોર્ટ પર ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઈટ મોડી પડી ત્યારે ગુસ્સે ભરાયેલા પેસેન્જરે પાઈલટ પર હુમલો કર્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે પાઈલટને મારવા માટે એક વ્યક્તિ ઝડપથી દોડી રહ્યો છે. સાહિલ કટારિયા નામના આ વ્યક્તિની હાલમાં ધરપકડ કરવામાં આવી છે. જો કે ખાસ બાબત તો એ છે કે તે હનીમૂન માટે જઈ રહ્યો હતો અને એરપોર્ટ પર જ મોડું થવાથી ગુસ્સે થઈ ગયો હતો. અને જ્યારે કો-પાઈલટ વિલંબની જાહેરાત કરવા આવ્યો ત્યારે સાહિલ તેને મારવા દોડી ગયો. તેના આ વર્તનના કારણે તેની જવાનું હતું હનીમૂન પર ને પહોંચી ગયો જેલમાં…
ઈન્ડિગો ફ્લાઈટમાં પાઈલટને મુક્કો મારનાર આરોપી સાહિલ કટારિયા તેની પત્ની સાથે પ્લેનમાં બેસીને હનીમૂન માટે ગોવા જઈ રહ્યો હતો. પરંતુ ફ્લાઈટ કેન્સલ થવાની ઘટનાથી તે ગુસ્સે થઈ ગયો અને ગુસ્સામાં તેણે પાઈલટ પર હુમલો કર્યો હતો. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર સાહિલની પૂછપરછ કરવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી સાહિલ કટારિયાના લગ્ન 5 મહિના પહેલા જ થયા હતા અને તે તેની પત્ની સાથે હનીમૂન માટે ગોવા જઈ રહ્યો હતો. સાહિલે પોલીસને જણાવ્યું કે ફ્લાઈટ મોડી થવાની જાહેરાત સતત કરવામાં આવી રહી છે, જેના કારણે તે ગુસ્સે થઈ ગયો.
ઘટના બાદ સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને સાહિલને કસ્ટડીમાં લીધો. આ ઘટના બાદ સાહિલની પત્નીને પણ ફ્લાઈટમાંથી નીચે ઉતારી દેવામાં આવી હતી. દિલ્હી પોલીસે રવિવારે સાંજે કટારિયાની ધરપકડ કરી હતી. જો કે બાદમાં જામીન પર છોડી મૂકવામાં આવ્યો હતો.
આ ઘટના બાદ ઈન્ડિગો એરલાઈન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સાહિલ કટારિયાએ કો-પાઈલટ પર ‘હુમલો’ કર્યો હતો અને તેને ‘નો-ફ્લાય’ લિસ્ટમાં મૂકવા માટે આ મામલો સ્વતંત્ર આંતરિક સમિતિને મોકલવામાં મોકલવામાં આવ્યો છે. જો કે કટારિયાને નો ફ્લાય લિસ્ટમાં મૂકવામાં આવ્યો નહોતો.