ઇન્ડિગોની ફ્લાઈટમાં વિન્ડશિલ્ડમાં તિરાડ, ચેન્નાઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

ચેન્નાઈ: ઇન્ડિગોની તુતીકોરિનથી ચેન્નાઈ આવી રહેલી ફ્લાઈટમાં કોકપીટ વિન્ડશિલ્ડમાં તિરાડ પડવાની ઘટના પ્રકાશમાં આવી હતી.જોકે, આ ફ્લાઈટનું ચેન્નાઈમાં સુરક્ષિત લેન્ડિંગ કરાયું હતું. ઇન્ડિગો ATR વિમાનના કોકપીટ વિન્ડશિલ્ડમાં તિરાડ પડવાની ત્રણ દિવસમાં બીજી ઘટના બની છે. આ વિમાનમાં 67 મુસાફર સવાર હતા.
પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ જયારે તુતીકોરિનથી ઉપડેલી ફ્લાઈટ 15,000ની ફૂટની ઉંચાઈ પર હતી. ત્યારે ફલાઈટના પાયલોટની વિન્ડશિલ્ડમાં થોડી તિરાડ જોઈ હતી. આ જોખમના લીધે પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી હતી. તેમજ ઈમરજન્સી લેન્ડિંગની મંજુરી માંગી હતી. જેની બાદ પાયલોટે સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું હતું. આ ફ્લાઈટ 3.27 વાગ્યે ઉતરી હતી. જે તેના નિર્ધારિત લેન્ડિંગના આઠ મિનીટ વહેલી હતી.
ત્રણ દિવસમાં બીજી ઘટનાથી એરલાઈન્સ કંપની ચિંતિત
જોકે, ઈમરજન્સી લેન્ડિંગ બાદ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ એરલાઇન એન્જિનિયરો દ્વારા નિરીક્ષણ માટે વિમાનને મેન્ટેનન્સ માટે લઈ જવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે ત્રણ દિવસ પહેલા આવી ઘટના બની હતી. જેમાં મદુરાઈથી ચેન્નાઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં જેમાં 79 લોકો સવાર હતા. તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. જેમાં પાયલોટને હવામાં વિન્ડશિલ્ડમાં તિરાડો જોવા મળી હતી.
આ પણ વાંચો…વિમાનમાં મુસાફરે મચાવી ધમાલ! ઇન્ડિગો એરલાઇન્સ અને પેસેન્જરે સામસામે ફરિયાદ નોંધાવી…