નેશનલ

કેરળથી અબુધાબી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ, અધવચ્ચેથી પરત બોલાવી

કોચ્ચિ : કેરળના કોચ્ચિથી અબુ ધાબી માટે ઉડાન ભરેલા વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા પરત કોચ્ચિ પર ઉતારવાની ફરજ પડી હતી. ઇન્ડિગોની ફ્લાઈટે ઉડાન ભર્યા બાદ તેમાં ટેકનિકલ ખામી સર્જાતા પરત ફરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. અ વિમાનમાં 180 થી વધુ મુસાફરો અને છ ક્રૂ મેમ્બર સવાર હતા.

ફલાઈટે બે કલાક સુધી ઉડાન ભરી હતી

આ અંગે મળતી માહિતી મુજબ કેરળના કોચ્ચિથી અબુ ધાબી માટે ઉડાન ભર્યા બાદ વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ઇન્ડિગોની આ ફલાઈટે બે કલાક સુધી ઉડાન ભરી હતી. તેની બાદ ખામીની જાણકારી મળી હતી. તેથી તેને પરત કોચ્ચિ આવવા નિદેશ આપવામાં આવ્યો હતો. જે શુક્રવારે મોડી રાત્રે પરત ફરી હતી.

મુસાફરોને બીજા વિમાનના અબુ ધાબી લઈ જવાયા

જોકે, આ અંગે ઇન્ડિગો તરફથી કોઈ ટિપ્પણી કરવામાં નથી આવી. સુત્રોના જણાવ્યા અનુસાર 6E-1403 ફ્લાઈટે શુક્રવારે રાત્રે 11.10 વાગે કેરળના કોચ્ચિથી અબુ ધાબી માટે ઉડાન ભરી હતી. જોકે, ટેકનિકલ ખામી સર્જાયા બાદ ફલાઈટ રાત્રે 1.44 વાગ્યે કોચ્ચિ પરત ફરી હતી. જયારે રાત્રે સાડા ત્રણ વાગ્યે મુસાફરોને બીજા વિમાનના અબુ ધાબી લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો…અમદાવાદમાં હોનારત ટળીઃ ઈન્ડિગોની ફ્લાઈટમાં આગ લાગી, પાઈલટે ‘મેડે’ કોલે આપ્યો?

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button