Viral Video: દીકરી બીમાર છે, બ્લીડિંગ થઈ રહ્યું છે પ્લીઝ મને…. ઈન્ડિગોના કર્મચારી પાસે મદદ માંગતો રહ્યો એક પિતા અને…

હાલમાં દેશના અનેક મહત્વના શહેરોના એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સની ક્રાઈસિસને કારણે પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. આ ક્રાઈસિસ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. આ વીડિયોમાં એક પિતા પોતાની બીમાર દીકરી માટે એરલાઈન્સના સ્ટાફ પાસેથી મદદ માંગી રહ્યો છે અને તેની લાચારી જોઈને તમારું હૃદય પણ દ્રવી ઉઠશો. ચાલો જાણીએ આખી સ્ટોરી વિસ્તારથી…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતાં અનેક પ્રવાસીઓ એરપોર્ટ પર અટવાઈ ગયા હતા અને પરેશાન જોવા મળી રહ્યા છે. જોકે, આ બધી ભીડ અને પરેશાન પ્રવાસીઓ વચ્ચે એક લાચાર પિતા એરપોર્ટ, એરલાઈન્સ ઓથોરિટી પાસે પોતાની બીમાર દીકરીને પીરિયડ્સ આવતા સેનેટરી નેપકિન્સ માંગી રહ્યો છે. પરંતુ કોઈના કાન સુધી પિતાની આ વાત પહોંચતી હોય એવું લાગી રહ્યું નથી.
આ પણ વાંચો : ઇન્ડિગો પર મોટી આફત: ગુરુવારે 600 ફ્લાઇટ્સ રદ! હજારો મુસાફરો…
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં પિતા એરલાઈન્સની મહિલા કર્મચારીને સિસ્ટર, મારી દીકરીને સેનેટરી નેપકિન્સ જોઈએ, તેને પીરિયડ્સ આવ્યા છે અને તેની તબિયત વધારેને વધારે બગડી રહી છે. પ્લીઝ મારી મદદ કરો, ફ્લાઈટ્સ મોડી પડી રહી છે…એવી આજીજી કરી રહ્યો છે. જોવાની વાત તો એ કે પિતાની આજીજી સાંભળીને એરપોર્ટ ઓથોરિટી કે આસપાસના લોકો પણ તેની મદદ માટે આગળ નથી આવી રહ્યા અને વીડિયો બનાવવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે અને આ વીડિયો જોયા બાદ નેટિઝન્સનો ગુસ્સો સાતમા આસમાને છે. વાઈરલ વીડિયોના કમેન્ટ સેક્શનમાં યુઝર્સ એરલાઈન સિસ્ટમ, સમાજની પણ ટીકા કરતાં આકરા શબ્દોમાં અસંવેદનશીલતા માટે એરલાઈન્સ અને સમાજની ઝાટકણી કાઢી રહ્યા છે.
આ પણ વાંચો : મુંબઈ થી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું છે કે આનાથી વધારે અચ્છે દિન તો શું હશે? બીજા એક યુઝરે લખ્યું હતું કે આટલા સવાલો સરકારને કર્યા હોત તો આજે આ પરિસ્થિતિ ના હોત. ત્રીજા એક યુઝરે સિસ્ટમ પર સવાલ ઉપસ્થિત કરતાં લખ્યું હતું કે આ શું સિસ્ટમ છે, જે ઈમર્જન્સીમાં પોતાના કસ્ટમરની નાનકડી એવી જરૂરિયાત પણ પૂરી નથી કરતી શકતી. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે વિચારો કે એ બાપ કેટલો મજબૂર હશે કે જે જાહેરમાં આ રીતે પોતાની વાત અને માગણી મૂકી રહ્યો છે અને એક પણ વ્યક્તિ તેની મદદ માટે આગળ નહીં આવી.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરના અનેક મહત્ત્વના એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સની ક્રાઈસિસને કારણે પ્રવાસીઓ અટવાઈ પડ્યા છે અને હાલાકી ભોગવી રહ્યા છે. અત્યાર સુધીમાં સેંકડો ફ્લાઈટ્સ એરલાઈન્સ દ્વારા કેન્સલ કરવામાં આવી ચૂકી છે.



