નેશનલ

રાજકોટ સહિત આ 10 શહેરોમાં ફ્લાઈટ રદ્દ, જાણો વિગત

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. મુસાફરોના હિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઈન્ડિગો એરલાઈન્સે રાજકોટ સહિત 10 શહેરોમાં ફ્લાઈટ રદ્દ કરી છે. આ શહેરોમાં આવતીકાલે મધરાત સુધી ફ્લાઈટ ઉપલબ્ધ નહીં રહે. ઈન્ડિગોએ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું, તમારી સુરક્ષા અમારા માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વર્તમાન સ્થિતિના કારણે શ્રીનગર, જમ્મુ, અમૃતસર, લેહ, ચંદીગઢ, ધરમશાલા, બીકાનેર, જોધપુર, કિશનગઢ અને રાજકોટ આવતી-જતી તમામ ફ્લાઈટ 10 મે 2025ની મધરાત સુધી રદ્દ કરવામાં આવી છે.

એરલાઈન્સે શું કહ્યું

એરલાઈન્સે કહ્યું, અમે પરિસ્થિત પર દેખરેખ રાખી રહ્યા છીએ અને તમામ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છીએ. સત્તાવાર અપડેટના માધ્યમથી અમે માહિતી આપતા રહીશું. મુસાફરી યોજનામાં ફેરફાર માટે તમારી સહાય કરવા અમે ઉપલબ્ધ છીએ. તમારી સમજદારી અને ધૈર્ય માટે આભાર.

આ ઉપરાંત અલ્માટી અને તાશકંદ જતી સીધી ફ્લાઈટને પણ 14 જૂન સુધી સ્થગિત કરી હતી. દેશની સૌથી મોટી વિમાન કંપનીએ પહેલા સાત મે સુધી સેવા સસ્પેન્ડ કરી હતી. ભારત-પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધને લઈ દેશમાં ઘણા એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. મુસાફરોને નિર્ધારીત સમય કરતાં ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલા એરપોર્ટ પહોંચવા તેમજ ફ્લાઇટ અંગે કોઈપણ જાણકારી માટે વિમાન કંપનીનો સંપર્ક કરવા જણાવાયું છે.

આ પણ વાંચો ગુજરાતના 11 જીલ્લામાં ચાર દિવસ બે તબક્કામાં યોજાશે એશિયાઈ સિંહની વસ્તી ગણતરી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button