નેશનલ

ઇન્ડિગો એરલાઈન્સ 3.8 લાખ મુસાફરોને 376 કરોડ રૂપિયાનું વળતર ચૂકવશે

નવી દિલ્હી : ઇન્ડિગો એરલાઈન્સની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં હવે ડીજીસીએના નિર્દેશ મુજબ ઓપરેશનલ કટોકટીમાં હેરાન થયેલા મુસાફરોને નિયમ મુજબ વળતર ચુકવવું પડશે. ઇન્ડિગો એરલાઈન્સ દ્વારા 2 થી 10 ડિસેમ્બર દરમિયાન 5000 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી હતી. તેમજ અનેક ફ્લાઈટના સમયમાં વિલંબ થયો હતો. તેમજ ઇન્ડિગોએ લગભગ 3.8 લાખ અસરગ્રસ્ત મુસાફરોને કુલ 376 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવું પડશે.

મુસાફરો માટે વળતર પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવાનો નિર્દેશ

આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સરકારે ઇન્ડિગોને 3, 4 અને 5 ડિસેમ્બરના રોજ હેરાન થયેલા મુસાફરો માટે વળતર પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. ઇન્ડિગો 3 થી 5 ડિસેમ્બર વચ્ચે ઘણા કલાકો સુધી એરપોર્ટ પર ફસાયેલા દરેક ગંભીર રીતે અસરગ્રસ્ત ગ્રાહકને રૂપિયા 10,000 નું ટ્રાવેલ વાઉચર આપશે. જેમાં ઇન્ડિગોએ સરકારી નિયમો અનુસાર અસરગ્રસ્ત મુસાફરોને રૂપિયા 5,000 થી રૂપિયા 10,000 સુધીનું વળતર આપવાનું રહેશે.

એક અઠવાડિયાની અંદર વળતર ચુકવવાનું શરૂ થશે

ઇન્ડિગોની વેબસાઇટ દ્વારા ટિકિટ બુક કરાવનારાઓને એક અઠવાડિયાની અંદર વળતર ચુકવવાનું શરૂ થશે. જેમાં એરલાઇન પાસે પહેલાથી જ આવા મુસાફરોનો ડેટા છે. તેમજ કંપનીને ટ્રાવેલ એજન્ટો અને ઓનલાઇન ટ્રાવેલ એજન્સીઓ (OTA) નો સંપર્ક કરવા અને તેમના દ્વારા ટિકિટ બુક કરાવનારા તમામ મુસાફરોની માહિતી એકત્રિત કરવા અને તેમને વળતર આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો…ઇન્ડિગો એરલાઈન્સની કટોકટીનો અંત! આટલી ફ્લાઈટ્સ ફરી શરુ, CEO આપ્યું મોટું નિવેદન

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button