Indigo એરલાઇનની સિસ્ટમમાં ખામી સર્જાઇ, એરપોર્ટ પર મુસાફરો ફસાતા લાંબી લાઇન લાગી
નવી દિલ્હી : ઈન્ડિગો(Indigo)એરલાઈન્સના સર્વરમાં શનિવારે ખામી સર્જાતાં મુસાફરોની ચેક ઇન અને ટિકિટ સિસ્ટમ ખોરવાઇ છે. જેના કારણે દેશભરના અલગ-અલગ એરપોર્ટ પર મુસાફરો ફસાયા છે. જ્યારે આ મુસાફરોએ ડીજીસીએને મદદ માટે અપીલ કરી છે. આ સંકટ સવારે 12.30 વાગ્યે શરૂ થયું હતું. જેના કારણે માત્ર ફ્લાઈટ્સ જ ઉડાન ભરી શકતી નથી પરંતુ ગ્રાઉન્ડ સર્વિસ પણ બંધ થઈ ગઈ છે. જેના કારણે મુસાફરો પરેશાન થઈ રહ્યા હતા. ઈન્ડિગો એરલાઈન્સે આ સમસ્યા માટે મુસાફરોની માફી માંગી છે.
ઈન્ડિગોની વેબસાઈટ અને બુકિંગ સિસ્ટમ કામ કરી રહી નથી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઘણા મુસાફરોએ તેમની સમસ્યાઓ વિશે લખ્યું છે. આ ટેકનિકલ સમસ્યાને કારણે મુસાફરો ન તો ફ્લાઈટમાં બેસી શકે છે કે ન તો ટિકિટ બુક કરી શકે છે. મુસાફરીમાં વિલંબના કારણે મુસાફરો એરપોર્ટ પર ફસાયા છે અને નિરાશ થયા છે. ઈન્ડિગોએ લખ્યું છે કે અમારા નેટવર્કમાં એક નાની સમસ્યા આવી છે. આ કારણે ઈન્ડિગોની વેબસાઈટ અને બુકિંગ સિસ્ટમ કામ કરી રહી નથી. જેના કારણે ગ્રાહકે ચેક ઇન કરવા માટે લાંબો સમય રાહ જોવી પડી શકે છે. અમારી ટીમ તેને યોગ્ય કરવામાં વ્યસ્ત છે. આ અસુવિધા બદલ અમે દિલગીર છીએ. અમે શક્ય તેટલી વહેલી તકે પરિસ્થિતિને સુધારીશું.
આ પણ વાંચો : Mumbai Airport: નોંધી લો તારીખ, આ દિવસે છ કલાક બંધ રહેશે મુંબઇ એરપોર્ટ…
એરપોર્ટ પર રેલવે સ્ટેશન જેવા દ્રશ્યો
દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગો દરરોજ લગભગ 2000 ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે. તેમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. જેના કારણે આ સંકટ વધુ મોટું બન્યું છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું કે ઈન્ડિગો નવા પ્લેન ખરીદી રહી છે પરંતુ ગ્રાઉન્ડ સર્વિસ વધારવા માટે કંઈ કરવા માંગતી નથી. અમે કલાકોથી અટવાયેલા છીએ અને કંઈ થઈ રહ્યું નથી. વૃદ્ધો પણ ચિંતિત છે. DGCAએ આ અંગે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. એક યુઝરે એરપોર્ટને રેલવે સ્ટેશન જેવું ગણાવ્યું છે