પોખરણ: રાજસ્થાનમાં પોખરણ ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન( DRDO)એ સ્વદેશી મેન-પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ (MPATGM)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ મિસાઈલ દુશ્મનની ટેન્ક અને બખ્તરબંધ વાહનોને નષ્ટ કરી શકે છે.
બખ્તરબંધ વાહન આનાથી બચી શકશે નહીં
ભવિષ્યમાં તેને મુખ્ય યુદ્ધ ટેન્ક અર્જુનમાં પણ તૈનાત કરવામાં આવશે. પોખરણ ટેસ્ટમાં, MPATGM એ સંપૂર્ણ ચોકસાઈ સાથે લક્ષ્યને હિટ કર્યું. આ સ્વદેશી એન્ટિ-ટેન્ક મિસાઇલ ટેન્ડમ હાઇ એક્સપ્લોઝિવ એન્ટિ-ટેન્ક (HEAT) હથિયારથી સજ્જ છે. જે અત્યાધુનિક એક્સપ્લોઝિવ રિએક્ટિવ આર્મર (ERA)કવચ વાળા બખ્તરબંધ વાહનોને પણ વીંધી શકે છે. મતલબ કે હાલની કોઈપણ ટેન્ક કે બખ્તરબંધ વાહન આનાથી બચી શકશે નહીં.
આ પણ વાંચો : મધ્ય પ્રદેશમાંથી વાઘને છત્તીસગઢ, રાજસ્થાન અને ઓડિશા મોકલાશેઃ એનટીસીએની મંજૂરી
રેન્જ 200 મીટરથી 2.50 કિમી સુધીની
આ માટે ઘણા ટ્રાયલ કરવામાં આવ્યા છે. તેનું વજન 14.50 કિલો છે. લંબાઈ 4.3 ફૂટ છે. તેને ફાયર કરવા માટે બે લોકોની જરૂર છે. તેની રેન્જ 200 મીટરથી 2.50 કિમી સુધીની છે. ટેન્ડમ ચાર્જ હીટ અને પેનિટ્રેશન વોરહેડ્સ તેમાં ઇન્સ્ટોલ કરી શકાય છે. સેનામાં સામેલ થયા બાદ ફ્રાન્સમાં બનેલા મિલાન-2ટી અને રશિયામાં બનેલી કોન્કર્સ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલના જૂના વર્ઝનને હટાવી દેવામાં આવશે