મોબાઇલ કંપની વિવો સામે તહોમતનામું કરોડો રૂપિયા ચીન મોકલવાનો આરોપ | મુંબઈ સમાચાર
નેશનલ

મોબાઇલ કંપની વિવો સામે તહોમતનામું કરોડો રૂપિયા ચીન મોકલવાનો આરોપ

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા ચીન સ્થિત સ્માર્ટફોન બ્રાન્ડ વિવો કંપની સામે મની લોન્ડરિંગના આરોપમાં ચાર્જશીટ દાખલ કરી છે. વિવો સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમપીએલ) કલમો હેઠળ આ આરોપી સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોવાનું ઈડીએ જણાવ્યું હતું. સ્માર્ટફોન અગ્રણી વિવો કંપની સામે વર્ષ ૨૦૧૪થી ૨૦૨૧ દરમિયાન શેલ (બનાવટી) કંપનીઓની મદદથી ભારત બહાર એક લાખ કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા હતા.

ઓક્ટોબર મહિનામાં લાવા ઈન્ટરનેશલન કંપનીના એમડી હરિ ઓમ રાય, ચીની નાગરિક ગુઆંગવેન ઉર્ફે એન્ડ્રયુ કુઆંગ અને ચાર્ટડ એકાઉન્ટન્ટ નિતિન ગર્ગ અને રાજન મલિકની આ કેસમાં ધરપકડ કરી
હતી. ૨૦૦૨૨માં તપાસ કરનારી ઈડીએ ગયા વર્ષે જુલાઈ મહિના દરમિયાન વિવો ઈન્ડિયા અને તેના સંબંધિત વ્યક્તિના નિવાસસ્થાને રેડ કરી હતી, જેમાં ચીની નાગરિક સહિત અને અન્ય ભારતીય કંપનીઓ સંબંધમાં મની લોન્ડરિંગ એક્ટનો પર્દાફાશ કર્યો હતો.

વિવો મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ લાવા કંપનીના એમડી અને એક ચીનના નાગરિક સાથે એક સીએની પણ અટકાયત કરી હતી. ઇડી દ્વારા આ મામલે વિવો સાથે જોડાયેલા અનેક વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી હતી, જેમાં ચીનના અનેક નાગરિકો ભારતની કંપની સાથે મળીને મની લોન્ડરિંગ કરતાં હોવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો.

ઇડીએ અદાલત સામે આ કંપનીથી જોડાયેલા એનક વ્યક્તિઓ સામે દેશમાથી મોટી રકમ ચીન મોકલવાનો આરોપ લગાડ્યો હતો. ઇડીએ જણાવ્યું હતું કે તપાસમાં ૨૦૧૪માં જ્યારે વિવો ભારતની સ્માર્ટફોન માર્કેટમાં આવી ત્યાર બાદ તેણે ૨૦૧૯માં દેશના અનેક શહેરોમાં શેલ કંપનીઓનું નિર્માણ કર્યું હતું. વિવોએ આ કંપનીનો કાર્યભાર ચીનના નાગરિકો, ડિરેક્ટર અને શેર હોલ્ડર્સને સોપ્યું હતું.
ઇડી દ્વારા આ મામલે અટકાયત કરેલા આરોપી સાથે પૂછપરછ કરવા માટે રિમાન્ડ અરજી પણ દાખલ કરી છે. આ અરજીમાં વિવોએ દેશમાં પોતાનું નેટવર્ક વિસ્તારવા માટે ભારત સરકાર સાથે છેતરપિંડી કરી છે અને ભારતને નાણાકીય રીતે નુકસાન પહોંચડવા આ ષડ્યંત્ર કર્યું હોવાનો આરોપ મૂક્યો હતો.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button