નેશનલ

વિશ્ર્વસ્તરે ભારતનો અવાજ બુલંદ બની રહ્યો છે: મોદી

પિથોરાગઢ: અનેક પડકારોથી ભરેલા વિશ્ર્વમાં ભારતનો અવાજ બુલંદ બની રહ્યો હોવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું.

જી-૨૦ શિખર પરિષદ દરમિયાન ભારતની તાકાતને આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થન મળ્યું હોવાનું તેમણે કહ્યું હતું.

એક જાહેરસભાને સંબોધન કરતાં મોદીએ કહ્યું હતું કે મહિલા અનામત ખરડા સહિત ૩૦-૪૦ વર્ષથી અનિર્ણિત પડી રહેલા મુદ્દાઓ અંગે અમારી સરકારે નિર્ણય લીધા છે.

ભારતના સફળ ચંદ્રયાન-૩ મિશનનો મોદીએ એમ કહીને ઉલ્લેખ કર્યો હતો કે ભારતનું ચંદ્રયાન ચંદ્રના એ વિસ્તારમાં પહોંચ્યું હતું જ્યાં વિશ્ર્વનો અન્ય કોઈ દેશ પહોંચી નહોતો શક્યો. ભારતની તાકાતને વિશ્ર્વભરમાં સમર્થન મળ્યું હતું અને દિલ્હીમાં યોજાયેલ જી-૨૦ શિખર પરિષદ દરમિયાન તેનો પુરાવો મળ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.

ભારત હવે વિશ્ર્વનું રાહબર બન્યું છે એ જોઈને શું તમને સારું નથી લાગતું? એવો સવાલ મોદીએ કર્યો હતો. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button