નેશનલ

ટેનિસમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઈક ભારતના હાથે પાકિસ્તાનની એની જ ધરતી પર ૪-૦થી નાલેશી

ઇસ્લામાબાદ: ભારતના ટેનિસ ખેલાડીઓએ પાકિસ્તાનમાં ભારતને ડેવિસ કપમાં ઐતિહાસિક વિજય અપાવ્યો છે. ભારતથી ટેનિસ પ્લેયરો પાકિસ્તાનમાં રમવા ગયા હોય એવું ૬૦ વર્ષે પહેલી વાર બન્યું છે અને એમાં ભારતીય ટીમે ૪-૦થી ઝળહળતો વિજય હાંસલ કર્યો છે. ભારતે ડેવિસ કપના વર્લ્ડ ગ્રૂપમાં સ્થાન મેળવી લીધું છે. ટેનિસના વર્લ્ડ કપ સમાન ડેવિસ કપના વર્લ્ડ ગ્રૂપ-૧ પ્લે-ઑફના આ મહા-મુકાબલામાં ભારતને જીત અપાવનારા ખેલાડીઓમાં રામકુમાર રામનાથન, શ્રીરામ બાલાજી, યુકી ભાંબરી અને સાકેત માયનેનીનો સમાવેશ હતો. ઝીશાન અલી ભારતનો નૉન-પ્લેઇંગ કૅપ્ટન હતો. જોકે આ પ્રવાસમાં રોહન બોપન્ના અને સુમીત નાગલ જેવા ટોચના ખેલાડીઓ નહોતા.

ભારતીય ટેનિસ ટીમ પાકિસ્તાનમાં રમવા ગઈ હોય એવું છેલ્લે ૧૯૬૪માં બન્યું હતું જેમાં ભારતે જીત મેળવી હતી.

ડેવિસ કપના ઇતિહાસમાં ભારતનો પાકિસ્તાન સામે આ લાગલગાટ આઠમો વિજય છે. જેમ ક્રિકેટના વન-ડે વર્લ્ડ કપમાં ભારતે તમામ આઠ મુકાબલામાં પાકિસ્તાનને હરાવ્યું છે એમ ડેવિસ કપમાં પણ ભારતે પાકિસ્તાનને બધા આઠ મુકાબલામાં પરાસ્ત કર્યું છે.

શનિવારે સિંગલ્સમાં રામકુમાર રામનાથન અને ડબલ્સના સ્પેશિયાલિસ્ટ એન. શ્રીરામ બાલાજીએ પાકિસ્તાનના ખેલાડીઓ અનુક્રમે ઐસામ ઉલ હક કુરેશી અને અકીલ ખાનને હરાવ્યા હતા. રવિવારે ડબલ્સમાં યુકી ભાંબરી અને સાકેત માયનેનીની જોડીએ મુઝમ્મીલ મુર્તઝા તથા અકીલ ખાનની જોડીને ૬-૨, ૭-૬ (૭-૫)થી હરાવી દીધી હતી અને એ સાથે ભારતે વર્ચસ જાળવી રાખ્યું હતું. પાકિસ્તાને યુકી-સાકેતની અનુભવી જોડી સામે પોતાના ઓછા અનુભવી ખેલાડી બરકત ઉલ્લાને બદલે અકીલ ખાનને રમાડવાનું નક્કી કર્યું હતું, પરંતુ ભારતીય જોડી સામે તે ડબલ્સમાં પણ નિષ્ફળ ગયો હતો અને ભારતે ૩-૦થી સરસાઈ મેળવી લીધી હતી. ડબલ્સમાં ખાસ કરીને યુકીના પર્ફોર્મન્સ સામે પાકિસ્તાની પ્લેયરો સાવ નબળા પુરવાર થયા હતા.

પાંચ મૅચના મુકાબલામાં ભારતે ૩-૦થી વિજય મેળવી જ લીધો હતો એટલે ચોથી તથા પાંચમી મૅચનો કોઈ મતલબ નહોતો, પરંતુ ચોથી મૅચ રાખવામાં આવી હતી જેમાં નિકી પૂનાચાએ વિનિંગ ડેબ્યૂ કર્યું હતું. પૂનાચાએ મુહમ્મદ શોએબને ૬-૩, ૬-૪થી હરાવીને ભારતને ૪-૦થી લીડ અપાવી હતી. વાહ…! છેવટે પાંચમી મૅચ રાખવામાં જ નહોતી આવી.

ભારત હવે સપ્ટેમ્બરમાં વર્લ્ડ ગ્રૂપ-વનમાં રમશે, જ્યારે પાકિસ્તાન ગ્રૂપ-ટૂમાં જ રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ