
કટક: ઓડિશા રાજ્યમાં આવતી કાલે (બપોરે 1.30 વાગ્યાથી) કટક શહેરના બારામતી સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામે રમાનારી સિરીઝની બીજી વન-ડે પણ જીતી લેવા મક્કમ કેટલાક ભારતીય ક્રિકેટરો ગયા શહેરના જગવિખ્યાત જગન્નાથ પુરીના મંદિરમાં ભગવાન જગન્નાથના આશીર્વાદ લેવા પહોંચી ગયા હતા.

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે છઠ્ઠી ફેબ્રુઆરીએ નાગપુરની પ્રથમ મૅચ જીતી લીધી હતી. ત્રણ મુકાબલાની આ સિરીઝમાં હવે ભારત આવતી કાલે પણ વિજયી થશે તો સિરીઝની ટ્રોફી પર રોહિતસેનાનો કબજો થઈ જશે. ત્રીજી અને છેલ્લી વન-ડે બુધવારે અમદાવાદમાં રમાવાની છે.
સ્પિનર વરુણ ચક્રવર્તી, સ્પિન ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર તેમ જ બીજા સ્પિન ઑલરાઉન્ડર અક્ષર પટેલ સહિતના ભારતીય ખેલાડીઓ ઈ-ઑટોમાં બેસીને કડક સલામતી બંદોબસ્ત વચ્ચે લૉર્ડ જગન્નાથના ‘પુરી શ્રીમંદિર’ ખાતે પહોંચ્યા હતા. તેમને મંદિરમાં રત્ન સિંહાસન સુધી લઈ જવામાં આવ્યા હતા.
આ પણ વાંચો…Breaking News: દિલ્હીમાં ચૂંટણીમાં મનીષ સિસોદીયાની કારમી હાર
તેઓ ભગવાન જગન્નાથના આશીર્વાદ લીધા બાદ પાછા ભુવનેશ્વરની હોટલ પર આવી ગયા હતા.
ભારતીય ખેલાડીઓ આવતી કાલની મૅચ માટે હવે આજે કટકના મેદાન પર પ્રેક્ટિસ શરૂ કરી રહ્યા છે.