નેશનલ

ગૂડ ન્યૂઝઃ ભારતના સેટેલાઇટનો કચરો હવે સ્પેસમાં નહી રહેઃ ઇસરોને મોટી સફળતા મળી

બેંગલુરુઃ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)ના ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન (પીએસએલવી) એ શૂન્ય ભ્રમણકક્ષાના ડેબરિશ મિશન પૂર્ણ કર્યું છે અને દેશની અવકાશ એજન્સીની સિદ્ધિઓમાં વધારો કર્યો છે, એવી ઈસરોએ સોમવારે આ જાણકારી આપી હતી.

ઇસરોએ કહ્યું હતું કે આ 21 માર્ચે સિદ્ધિ હાંસલ કરી હતી જ્યારે પીએસએલવી ઓર્બિટલ એક્સપેરિમેન્ટલ મોડ્યુલ-3એ પૃથ્વીના વાતાવરણમાં ફરીથી પ્રવેશ કરીને તેનું મિશન પૂર્ણ કર્યું હતું. સ્પેસ એજન્સીએ કહ્યું હતું કે પીએસએલવી-સી58/એક્સપોસેટ મિશન ભ્રમણકક્ષામાં વ્યવહારિક રીતે શૂન્ય કાટમાળ છોડ્યો છે.


આ પણ વાંચો:
ગગનયાન મિશનને લઇને આવી મોટી અપડેટ, ઇસરોને મળી સફળતા, પરીક્ષણ રહ્યું સફળ

ઇસરોના મતે તમામ ઉપગ્રહોને તેમની ઇચ્છિત ભ્રમણકક્ષામાં મુકવાનું પ્રાથમિક મિશન પૂર્ણ કર્યા પછી પીએસએલવીના ટર્મિનલ સ્ટેજને 3-અક્ષ સ્થિર પ્લેટફોર્મ, પીઓઇએણ-3માં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું.

ઈસરોના જણાવ્યા અનુસાર ઉપગ્રહને તેની ભ્રમણકક્ષામાં મોકલ્યા પછી પીએસએલવી ત્રણ ભાગમાં વહેંચાઈ જાય છે. જેને પીઓએમ-3 નામ આપવામાં આવ્યું છે. આમાં સૌ પ્રથમ પીએસએલવીને 650 કિલોમીટરની ઉંચાઈવાળી ભ્રમણકક્ષામાંથી 350 કિલોમીટરની ઉંચાઈવાળી ભ્રમણકક્ષામાં લાવવામાં આવ્યો હતો. આ કારણે પીએસએલવી ઝડપથી તેની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તે અકસ્માતોનું જોખમ ઘટાડે છે.


આ પણ વાંચો:
ઇસરોના નવલા અધ્યક્ષ ડૉ. કે. શિવન

પીઓઇએમ- 3 પર સ્થાપિત પેલોડ્સ એક મહિનામાં તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રાયોગિક પેલોડ્સ છે. ઈસરોએ આમાં ખાનગી ભાગીદારીનો પણ સમાવેશ કર્યો છે. નોંધનીય છે કે તાજેતરમાં જ ઈસરોએ ફરીથી વાપરી શકાય તેવી લોન્ચ વ્હીકલ ટેક્નોલોજીને લઈને સફળતા હાંસલ કરી છે. ઈસરોની રીયુઝેબલ લોન્ચ વ્હીકલ ટેક્નોલોજીનું પરીક્ષણ સફળ રહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button