નેશનલ

વર્ષ 2100માં ભારતની વસ્તી 150 કરોડ હશે, ચીનની વસ્તી અડધી થઇ જશે, રીપોર્ટમાં દાવો

યુનાઈટેડ નેશન્સે ગુરુવારે જાહેર કરેલા એહેવાલમાં ભારતની વસ્તી(Population of India) અંગે ચોંકાવનારા દાવા કરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ વર્ષ 2100 સુધીમાં ભારતની વસ્તી 150 કરોડ હશે, જે ચીનની 63 કરોડની વસ્તીના બમણાથી ઘણી વધુ હશે. અહેવાલ મુજબ વર્ષ 2085માં ભારતની વસ્તી 161 કરોડે પહોંચી ઈન્ફ્લેક્શન પોઈન્ટ પર પહોંચશે ત્યારે ચીનની વસ્તી 80 કરોડ હશે. અહેવાલ મુજબ આગામી થોડા વર્ષોમાં આ અંતર વધશે.

વર્ષ 2100માં ભારત અને ચીન બાદ સૌથી વધુ વસ્તી પાકિસ્તાન (51.1 કરોડ ), નાઇજીરીયા (47.7 કરોડ), ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ધ કોંગો (43.1 કરોડ) અને યુએસ (42.1 કરોડ)માં હશે. યુનાઈટેડ નેશન્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક એન્ડ સોશિયલ અફેર્સ (UNDESA) પોપ્યુલેશન ડિવિઝન દ્વારા બહાર પાડવામાં આવેલા દ્વિવાર્ષિક વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ (WPP) અનુસાર યુએસની વર્તમાન વસ્તી 345 મિલિયન છે. યુએસમાં મૃત્યુ સામે જન્મમાં વધારાને બદલે ઇમિગ્રેશન એ વસ્તી વૃદ્ધિનું મુખ્ય પ્રેરક રહેશે.

આ પણ વાંચો : Nepal માં હાઈવે પર ભૂસ્ખલનના લીધે 63 મુસાફરો ભરેલી બે બસો ત્રિશુલી નદીમાં ખાબકી

રિપોર્ટમાં ભારતની વર્તમાન વસ્તી 140 કરોડથી વધુ છે, બે વર્ષમાં 90 લાખનો વધારો થયો છે. વર્ષ 2011 પછી ભારતમાં વસ્તી ગણતરી થઈ નથી, જેને કારણે આ ભારતની વસ્તીના સૌથી અધિકૃત અંદાજ છે. 2021ની વસ્તી ગણતરી અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે, પહેલા કોવીડ પાનડેમિકનું કારણ આપવામાં આવતું હતું, અને તે પછી કારણોને ક્યારેય જાહેર કરવામાં આવ્યા નથી.

ભારત આ સદી દરમિયાન વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની રહેશે. ભારતની વસ્તી વર્ષ 2054 સુધીમાં લગભગ 169.2 કરોડ સુધી પહોંચી જશે ત્યાર બાદ વર્ષ 2061માં 170.1 કરોડજની ટોચે પહોંચશે. રસપ્રદ વાત એ છે કે ચીન આગામી 75 વર્ષમાં તેની અડધી વસ્તી ગુમાવશે.

ચીનની 39.6 વર્ષ અને યુએસની 38.3 વર્ષની સરખામણીમાં ભારતીય વસ્તીની વર્તમાન સરેરાશ વય 28.4 વર્ષ છે. 2100 સુધીમાં આ સંખ્યા અનુક્રમે 47.8 વર્ષ, 60.7 વર્ષ અને 45.3 વર્ષ થશે.

રિપોર્ટ અનુસાર ભારતનો મુખ્ય વસ્તી વિષયક પડકાર વસ્તી વૃદ્ધિને અટકાવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button