જી-20 સમ્મેલન પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી જો બાઇડનની મુલાકાત: આખરે ક્યા મુદ્દા પર થઇ ચર્ચા?
દિલ્હી: દેશની રાજધાની નવી દિલ્હીમાં જી-20 શિખર સમ્મેલનની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. આ બેઠક માટે વિશ્વના અનેક દેશોના નેતા ભારતમાં આવ્યા હોવાથી તેમનું શાહી સ્વાગત થઇ રહ્યું છે. દરમીયાન આજથી શરુ થનાર જી-20 સમ્મેલન પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સ્વતંત્રતા, લોકશાહી, માનવીય હક્ક અને તમામ નાગરીકો માટે એક સમાન તક જેવા મુદ્દાઓ પર ચર્ચાઇ થઇ હોવાની વિગતો સૂત્રોમાંથી મળી છે.
શાશ્વત વિકાસને વેગ આપવા અને બહુપક્ષીય સહકારને ગતીશીલ બનાવવા માટે આ સમ્મેલન મહત્વનું સાબિત થશે એમ જો બાઇડને કહ્યું હતું. યુએસ પ્રસિડેન્ટ જો બાઇડને સુધારીત UN સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સદસ્યતા સમર્થન પણ આપ્યું હતું. એટલું જ નહીં પણ આ બંને દેશના પ્રમુખ વચ્ચે સ્પેસ અને એઆઇ જેવી અત્યાધુનિક ટેકનોલોજી વિશે પણ ચર્ચા થઇ હતી. આ મુદ્દે ભારત અને અમેરિકા એક થશે એ મુદ્દે પણ ચર્ચા થઇ હતી.
જો બાઇડને ચંદ્રયાન 3ની સફળતા માટે અભિનંદન આપ્યું હતું. ઉપરાંત ભારતના પહેલાં સૌર અભિયાન આદિત્ય L 1ના સફળ પ્રક્ષેપણ માટે પણ અભિનંદન આપ્યું હતું. બાયોટેક્નોલોજી અને બાયોમેન્યુફેક્ચરીંગમાં વૈજ્ઞાનિક અને ટેક્નીકલ સંશોધન કરવા માટે યૂએસ નેશનલ સાયન્સ ફઆઉન્ડેશન અને ભારતના જૈવિક ટેક્નોલોજી વિભાગ વચ્ચેના અમલીકરણ કરાર પર સહિ પણ કરવામાં આવી હતી.
દરમીયાન આ બંનેની મુલાકાત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ પણ કર્યું હતું કે, અમારી બેઠક ખૂબ જ ફળદાયક થઇ છે. અમે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી શક્યા. જેને કારણે ભારત અને અમેરિકા વચ્ચેના આર્થિક સંબધો વધશે. આપડાં દેશો વચ્ચેની મિત્રતા વૈશ્વિક હિત માટે મોટું યોગદાન આપતી રહેશે.
આ ઉપરાંત ભારત-અમેરિકા ગ્લોબલ ચેલેન્જીસ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવા માટે ભારતીય ટેક્નોલોજી પરિષદ અને અમેરિકન યુનિવર્સિટીઝ દ્વારા પ્રતિનિધિત્વ કરાયેલી ભારતીય યુનિવર્સિટીની સંવાદિતતા ના કરાર પર સહિ કરવામાં આવી હતી.