નેશનલ

રશિયામાં ભારતના નવા રાજદૂતની નિમણૂક કરાઈ, ટૂંક સમયમાં કાર્યભાર સંભાળશે

નવી દિલ્હીઃ મ્યાનમારના રાજદૂત અને 1992 બેચના આઈએફએસ અધિકારી વિનય કુમારને રશિયામાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્તિ કરી છે. આ અંગે વિદેશ મંત્રાલયે જાણકારી આપતા કહ્યું હતું કે તેઓ જલ્દી જ કાર્યભાળ સંભાળી લેશે. રશિયા ભારત માટે એક લાંબા ગાળાનું અને વિશ્વસનીય ભાગીદાર રહ્યું છે તેમ જ ભારત અને રશિયા વચ્ચેના સંબંધોનો વિકાસ ભારતની વિદેશ નીતિનો એક આધારસ્તંભ રહ્યો છે.

હાલમાં રશિયામાં જ ચૂંટણી યોજવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વ્લાદિમીર પુતિનને 2024ની ચૂંટણીમાં મળેલી જીતની શુભકામનાઓ પાઠવી હતી. આ વિજય મુદ્દે પીએમ મોદીએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે વ્લાદિમીર પુતિનને રશિયા સંઘના રાષ્ટ્રપતિના રૂપમાં ફરીથી પસંદગી પામવા પર હાર્દિક શુભકામના. આગામી વર્ષોમાં ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ખરા ઉતરે અને વિશેષ કરીને રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા ઉત્સુક છું.

ઓક્ટોબર 2000માં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત યાત્રા દરમ્યાન ભારત-રશિયા રણનીતિક ભાગીદારીના કરાર પર હસ્તાક્ષર બાદથી ભારત-રશિયા સંબંધ લગભગ દરેક ક્ષેત્રોમાં સહયોગથી ઉન્નત સ્તર પર આગળ વધી રહ્યો છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે રાજનીતિક, સુરક્ષા, વ્યાપાર, અર્થવ્યવસ્થા, રક્ષા, વિજ્ઞાન અને ટેકનોલોજી અને સંસ્કૃતિ સહિત બંન્ને દેશોના દ્વિપક્ષીય સંબંધ સારા થયા છે.

ડિસેમ્બર 2010માં રશિયન રાષ્ટ્રપતિની ભારતયાત્રા દરમિયાન રણનીતિજ્ઞ ભાગીદારીને વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત રણનીતિજ્ઞ ભાગીદારીના સ્તર સુધી વધારવામાં આવી છે. રક્ષાના ક્ષેત્રમાં ભારતનો રશિયા સાથે લાંબા ગાળાના અને વ્યાપક સહયોગ ધરાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button